ભારતમાં પાસપોર્ટ-વિઝા વગર પકડાઇ પાકિસ્તાની યુવતી, ચોંકાવનારી છે કહાની

ADVERTISEMENT

Pakistani Girl Found in Rajasthan
Pakistani Girl Found in Rajasthan
social share
google news

નવી દિલ્હી : રાજસ્થાનમાં એક 16 વર્ષની કિશોરી પકડાઇ છે. જયપુર એરપોર્ટ પર અધિકારીએ શુક્રવારે પાડોશી દેશની કિશોરી યુવતીને પકડી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતી પાકિસ્તાન જવા માટે ટિકિટ બુક કરાવવા માટે આવી હતી. તેની પાસે ન તો પાસપોર્ટ હતો અને ન તો વીઝા. યુવતીને કસ્ટડીમાં લઇ લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોથી પાકિસ્તાનની સીમા હૈદર સમાચારોમાં છે. સીમા બિનકાયદેસર રીતે ભારત આવી ગઇ હતી. જો કે જયપુરમાં જે યુવતી પકડાઇ છે તેની કહાની સીમા કરતા અલગ છે.

ત્રણ વર્ષ ક્યાં રહી?
પોલીસના અનુસાર 16 વર્ષની યુવતીની ઓળખ ગઝલ પરવીન તરીકે થઇ છે. ગઝલ લાહોરની રહેવાસી છે. સૌથી મહત્વની બાબત છે કે, ગત્ત ત્રણ વર્ષથી ભારતમાં રહી રહી છે. હાલ ગઝલ ત્રણ વર્ષ પહેલા પોતાના માસીની સાથે ભારત આવી હતી. તેમના માસી બંન્ને સીકરના શ્રીમાધોપુરમાં રહે છે. શુક્રવારે ગઝલ એરપોર્ટ પહોંચી. તેઓ પાકિસ્તાન જવા માંગતી હતી. તેની સાથે બે પુરૂષ પણ હતા. બીજી તરફ તેને પકડી લેવામાં આવી. ગઝલ હવે પોલીસ કસ્ટડીમાં છે.

માસીની પણ પુછપરછ થશે
જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) દિકપાલ સિંહે જણાવ્યું કે, પાકિસ્તાની યુવતી ઉપરાંત આ બંન્ને લોકોને પણ પકડવામાં આવ્યા છે. જે તેમની સાથે આવ્યા હતા. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેઓ ત્રણ વર્ષ પહેલા ફ્લાઇટથી ભારત આવ્યા હતા. જો કે તેની માહિતી નથી. કઇ રીતે માસી અને વગર દસ્તાવેજે ભારતમાં આવ્યા. અધિકારીએ જણાવ્યું કે, યુવતીની પુછપરછ ચાલી રહી છે. આ મામલે તેમના માસીની પણ પુછપરછ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT