Asia Cup Final: પાકિસ્તાનના ફિલ્ડરોએ ભેગા મળી બાઉન્ડ્રી પર છગ્ગો માર્યો! કેમ ટ્રોલ થઈ PAK ટીમ?
દુબઈ: એશિયા કપ 2022ની (Asia Cup 2022) ફાઈનલ મેચમાં પાકિસ્તાનને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે…
ADVERTISEMENT
દુબઈ: એશિયા કપ 2022ની (Asia Cup 2022) ફાઈનલ મેચમાં પાકિસ્તાનને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું. પાકિસ્તાનને જીત માટે 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ સમગ્ર ટીમ 20 ઓવરમાં 147 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ જીત સાથે જ શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે.
પાકિસ્તાનના ફિલ્ડરોએ કર્યો છબરડો
ફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમની ફિલ્ડીંગ ખૂબ ચર્ચામાં આવી છે. મેચમાં 18મી ઓવરમાં શ્રીલંકાના બેટ્સમેન ભાનુકા રાજપક્ષેએ શોટ માર્યો હતો. આ કેચને પકડવા માટે આસિફ અલી અને શાદાબ ખાન દોડ્યા. આસિફે કેચ પકડી લીધો હતો, આ દરમિયાન શાદાબ ડાઈવ લગાવે છે અને બંને ખેલાડીઓની ટક્કરના કારણે બોલ છટકીને બાઉન્ડ્રીની બહાર જતો રહે છે. ખરેખરમાં જો બોલ બાઉન્ડ્રીની ખૂબ અંદર હતો, પરંતુ કેચ દરમિયાન છટકી જતા ઉછળીને તે બાઉન્ડ્રી બહાર જઈને પડે છે. જેને અમ્પાયર સિક્સ આપે છે.
पाकिस्तान के फिल्डरों ने छक्का मारा ?pic.twitter.com/W1Hzlsa4pT
— Milind Khandekar (@milindkhandekar) September 12, 2022
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ પાકિસ્તાની ટીમ
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમ આવી ખરાબ ફિલ્ડીંગના કારણે હવે હાંસીને પાત્ર બની છે. લોકો વીડિયો શેર કરીને તેને પાકિસ્તાનના ફિલ્ડરોએ મારેલો છગ્ગો બતાવી રહ્યા છે. સાથે જ લોકો મીમ્સ શેર કરીને પાકિસ્તાનની ટીમને ટ્રોલ કરી રહ્યા છે.
ADVERTISEMENT