MP, રાજસ્થાન, છત્તીસગઢમાં ‘વિજયી’ BJP માટે પાકિસ્તાનથી મેસેજ આવ્યો, દાનિશ કનેરિયાએ પૂછ્યું- પનોતી કોણ?
Assembly Election Results 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મત ગણતરી ચાલી રહી છે. આ ચાર રાજ્યોમાં ગયા મહિને જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. MP,…
ADVERTISEMENT
Assembly Election Results 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મત ગણતરી ચાલી રહી છે. આ ચાર રાજ્યોમાં ગયા મહિને જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. MP, રાજસ્થાન અને છત્તીસગઢ એવા ત્રણ રાજ્યો છે જ્યાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભાજપ ત્રણેય રાજ્યોમાં બહુમતીના આંકડાને પાર કરતી જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા ભાજપની આ જીતથી ઉત્સાહિત દેખાય છે.
દાનિશ કનેરિયાએ ટ્વીટ કરીને શું લખ્યું?
વાસ્તવમાં દાનિશ કનેરિયાએ નામ લીધા વગર કોંગ્રેસ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને પૂછ્યું છે કે ‘પનોતી કોણ છે?’, આ ટ્વીટની સાથે તેણે એક હસતું ઈમોજી પણ શેર કર્યું છે.
Panauti kaun? 😂
— Danish Kaneria (@DanishKaneria61) December 3, 2023
ADVERTISEMENT
તેના ટ્વીટને 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે એક હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનરની આ ટ્વીટને લગભગ 3 લાખ લોકોએ જોઈ છે.
ADVERTISEMENT