હવે આતંકીઓનો સફાયો નક્કી! PoKમાં ભારત વિરુદ્ધ ષડયંત્ર ડામવા ગૃહમંત્રાલયની તૈયારી શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jammu and Kashmir : વર્ષ 2023ના અંતમાં જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ સ્થાપવા કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ રાજૌરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 જવાન શહીદ થયા હતા. આ પછી રક્ષામંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના રાજૌરીની મુલાકાત લીધી હતી. હવે ગૃહમંત્રી અમિતશાહના નેતૃત્વમાં પૂંછ-રાજૌરીથી લઈને કાશ્મીર ઘાટી સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે મોટી રણનીતિ બનાવવામાં આવી રહી છે. ગુપ્તચર માહિતી આવ્યા બાદ કરવામાં આવી રહ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ISI PoKમાં ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહી છે.

POKમાં આતંકવાદી કમાન્ડરો સાથે મળીને એક મોટું ષડયંત્ર

ગુપ્તચર માહિતી અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સરહદ પાર એટલે કે POKમાં આતંકવાદી કમાન્ડરો સાથે મળીને એક મોટું ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયાના 600થી વધુ ફેક એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સ દ્વારા પાકિસ્તાન પ્રાયોજિત પ્રચાર ફેલાવવાના પ્રયાસો કરવામાં આવશે. ત્યાંના યુવાનોને ફસાવીને આતંક ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારત સરકારની એજન્સીઓ આના પર ચાંપતી નજર રાખી રહી છે. તેની સામે બહુ જલ્દી મોટા પગલા લેવામાં આવી શકે છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય એક મોટી યોજના પર કામ કરી રહ્યું છે, જે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને ખતમ કરશે.

વર્ષ 2023માં માત્ર આટલા જ આતંકી હમલાઓ થયા

છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ-કાશ્મીરના રાજૌરીના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય સુરક્ષા દળો પર ઘણી વખત હુમલો કર્યો છે. રાજૌરીના 12 કિલોમીટરના વિસ્તારમાં આવેલી પ્રાકૃતિક ગુફાઓનો આતંકવાદીઓ દ્વારા આશ્રયસ્થાન તરીકે કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનો વિગતવાર અહેવાલ સુરક્ષા એજન્સીઓ પાસેથી લેવામાં આવ્યો છે. જો કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, વર્ષ 2018માં 228 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે વર્ષ 2023માં માત્ર 44 આતંકવાદી ઘટનાઓ બની હતી.

ADVERTISEMENT

ભારતની ખૂબ સારી કાર્યવાહીના કારણે વર્ષ 2022માં 187 આતંકવાદીઓ માર્યા ગયા, જેમાંથી 130 સ્થાનિક આતંકવાદી અને 57 પાકિસ્તાની આતંકવાદીઓ હતા. વર્ષ 2023માં અત્યાર સુધીમાં સુરક્ષાદળો દ્વારા 72 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી 22 સ્થાનિક આતંકવાદીઓ અને 50 પાકિસ્તાની આતંકવાદીઓ છે. એવું કહેવામાં આવ્યું છે કે આતંકવાદી કમાન્ડરો અને ISI સરહદ પાર એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટા ષડયંત્રમાં લાગેલા છે.

    follow whatsapp

    ADVERTISEMENT