પાકિસ્તાન ઢીલું પડ્યું! શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીત માટે હાથ લંબાવ્યો
નવી દિલ્હી : ભારતને પાડોશી દેશ પાકિસ્તાન તરફથી વાતચીતની ઓફર મળી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી, અમે ભારત…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતને પાડોશી દેશ પાકિસ્તાન તરફથી વાતચીતની ઓફર મળી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી, અમે ભારત સાથે વાતચીત માટે તૈયાર છીએ. ભારતને પાડોશી દેશ પાકિસ્તાન તરફથી વાતચીતની ઓફર મળી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તેઓ ભારત સાથે વાતચીત માટે તૈયાર છીએ.
ભારત ગંભીર છે તો અમે વાતચીત માટે તૈયાર
પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે જો પાડોશી (ભારત) ગંભીર છે તો તે (પાકિસ્તાન) વાતચીત માટે તૈયાર છે. શરીફે કહ્યું, ‘અમે છેલ્લા 75 વર્ષમાં ત્રણ યુદ્ધ લડ્યા છે. તેણે માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોની અછતને જન્મ આપ્યો છે. યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. સાંપ્રત સમયમાં કોઇ પણ દેશ માટે યુદ્ધએ પ્રાસંગીક જરા પણ નથી.
પરમાણુ હથિયારની ભપકી આપી
જો કે પાકિસ્તાન પોતાના અણુહથિયારની ભપકી આપી હતી. પોતાના પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની પીએમએ જણાવ્યું કે, પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે. આ આક્રમક બનવા માટે નહીં પરંતુ પોતાના બચાવવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા છે. પરંતુ ભગવાન ના કરે, જો ક્યારેય પરમાણુ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે, તો શું થયું તે કહેવા માટે કોઈ જીવતું નહીં હોય.
ADVERTISEMENT
યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી.
એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાને શાંતિપૂર્ણ ચર્ચાની હિમાયત કરી તો બીજી તરફ તેમણે ભારત પર આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પાડોશી દેશે (ભારત) સમજવું પડશે કે અસામાન્ય બાબતોને દૂર કર્યા વિના પરિસ્થિતિ સામાન્ય થઈ શકે નહીં. શરીફે વધુમાં કહ્યું કે કેટલાક ગંભીર મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે અને અર્થપૂર્ણ ચર્ચાઓ સાથે ઉકેલવા પડશે.
ADVERTISEMENT