હંમેશા માટે પાકિસ્તાન રહેશે ભારતીય અંજુ? ISI ના ઇશારે વિઝાની મુદત વધારો
ઇસ્લામાબાદ : પાકિસ્તાને ભારતીય મહિલા અંજુના વીઝા વધારી દીધા છે. અંજુનો ઇરાદો હવે હંમેશા માટે પાકિસ્તાનમાં જ રહેવાનો છે. બે બાળકોની માતા અંજુ જુલાઇમાં ભારતથી…
ADVERTISEMENT

ઇસ્લામાબાદ : પાકિસ્તાને ભારતીય મહિલા અંજુના વીઝા વધારી દીધા છે. અંજુનો ઇરાદો હવે હંમેશા માટે પાકિસ્તાનમાં જ રહેવાનો છે. બે બાળકોની માતા અંજુ જુલાઇમાં ભારતથી પાકિસ્તાન ગઇ હતી. તેણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે. 34 વર્ષીય અંજુએ ઇસ્લામ સ્વીકાર કર્યા બાદ 25 જુલાઇના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના અપર દીર જિલ્લામાં પોતાના 29 વર્ષીય મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા. અંજુને હવે ફાતિમાના નામથી ઓળખવામાં આવશે. બંન્ને વચ્ચે 2019 માં ફેસબુક દ્વારા મિત્રતા થઇ હતી.
અંજુએ ગત્ત અઠવાડીયે ઇસ્લામાબાદમાં નસરુલ્લા સાથે દેખાયો હતો, જ્યારે વિઝા શરતો અનુસાર તે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર દીર જિલ્લામાં જ યાત્રા કરી શકતી હતી. પાકિસ્તાન અને ભારત એક બીજાના નાગરિકોને કેટલાક ખાસ શહેરોમાં જ આવવા જવા માટે વિઝા આપે છે. તે વિસ્તાર સિવાય તે લોકો ક્યાંય પણ જઇ શકતા નથી. પાકિસ્તાનના આંતરિક મંત્રાલયના દસ્તાવેજો અનુસાર અંજુને માત્ર ઉપર દીર જિલ્લાનો એક મહિનાનો વિઝા અપાયો હતો.
સમાચાર છે કે, અંજૂના વિઝાને બે મહિના માટે વધારી દેવામાં આવ્યો છે. તે હવે પાકિસ્તાન રહી શકશે. અંજુ ઔપચારિક રીતે વિઝા લઇને પાકિસ્તાન ગઇ હતી. હવે અંજુના વિઝા 2 મહિના માટે વધારી દેવામાં આવ્યા છે. તેના વિઝા 20 ઓગસ્ટના રોજ પુર્ણ તઇ રહ્યું હતું અને તેને માત્ર અપર દીરમાં જ રહેવાની મંજુરી આપવામાં આવી હતી. જો કે નસરુલ્લાની સાથે જ્યારે અંજુ ઇસ્લામાબાદ પહોંચી ત્યારથી જ અંદાજ હતો કે તે વિઝા એક્સટેન્ડ કરાવવા માટે જ પહોંચી હોઇ શકે છે. નસરુલ્લાહે જ તે વાતને કન્ફર્મ કરી કે અંજુના વિઝા એક્સટેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT