Pakistan માં ચૂંટણી પહેલા બ્લાસ્ટ, 20થી વધુના મોત અને 40 લોકો ઈજાગ્રસ્ત; જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન
  • અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મૃત્યુ
  • 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
Pakistan Election 2024: પાકિસ્તાન ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. તો 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની  છે.

અનેક વાહનો બળીને ખાખ

પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટ બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના નોકાંડી વિસ્તારમાં થયો છે. અહીંથી અસફંદ યાર ખાન કાકર (Asfand Yar Khan Kakar) અપક્ષ ઉમેદવાર છે. બપોરે તેમના ચૂંટણી કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો થયો અને આગ ફાટી નીકળી. બ્લાસ્ટ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને બૂમો પાડતા લોકો અહી તેમ દોડવા લાગ્યા.  બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું છે.

20થી વધુ લોકો મૃત્યુ પામ્યા

આ અંગેની  કેસની પોલીસને જાણ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિધાનસભા NA-265માં આ બ્લાસ્ટ થયો છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં અમારી પ્રાથમિકતા પરિસ્થિતિને કાબૂમાં લેવાની છે. આ ઘટનામાં 20થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 40 લોકો ઈજા થયા છે.

ચૂંટણી બાદ વધી હિંસક ઘટનાઓ

પાકિસ્તાનમાં જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી હિંસક ઘટનાઓ સતત વધી રહી છે. આ પહેલા કરાચી અને બલૂચિસ્તાનમાં આતંકી સંગઠનોએ અહીં ચૂંટણી પંચની ઓફિસને નિશાન બનાવી હતી.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT