ઝિંદાબાદ, ઝિંદાબાદ, ઝિંદાબાદ… પછી થયો જોરદાર બ્લાસ્ટ, પાકિસ્તાનમાં બ્લાસ્ટનો ભયાનક VIDEO
નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે (30 જુલાઈ)ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો…
ADVERTISEMENT
નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે (30 જુલાઈ)ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઈસ્લામિક રાજકીય પક્ષ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના સંમેલનમાં થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના નેતા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા અને લોકો ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. પછી જોરથી ધડાકો થાય છે. આ પછી, ત્યાં અફરા-તફરી મચી જાય છે. આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટ બજૌર આદિવાસી જિલ્લાના ખારમાં સાંજે 4 વાગ્યે થયો હતો.
પાકિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ
પાકિસ્તાની મીડિયા અનુસાર વિસ્ફોટ સમયે કોન્ફરન્સ સ્થળ પર 500 થી વધુ લોકો હાજર હતા. પોલીસ ડીઆઈજી (માલકંદ રેન્જ) નાસિર મેહમૂદ સત્તીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે આત્મઘાતી વિસ્ફોટ હતો. બ્લાસ્ટનું સ્વરૂપ જાણવા માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
https://twitter.com/DileepKumarPak/status/1685673975702011904?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1685673975702011904%7Ctwgr%5Ee917e685d17a6187ecff7cf713096d41b8955c3a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Fworld%2Fvideo-of-bomb-blast-in-bajaur-in-khyber-pakhtunkhwa-pakistan-many-people-killed-in-suicide-attack-2463659
JUI-F નેતાઓએ તપાસની માંગ કરી છે
તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પ્રાંતના કાર્યપાલક મુખ્ય પ્રધાન આઝમ ખાનને આ ઘટનાની તપાસ કરાવવાની માગણી કરી હતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને હોસ્પિટલમાં પહોંચીને રક્તદાન કરવા પણ વિનંતી કરી હતી.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગનાની હાલત ગંભીર છે. JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે હું બ્લાસ્ટની સખત નિંદા કરું છું અને તેની પાછળ જે લોકો છે તેમને આ સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. આ માનવતા અને બજૌર પર હુમલો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT