Pakistanના આર્મી બેઝ પર આત્મઘાતી હુમલો, 23 લોકોના મોત; તહરીક-એ-જેહાદ પાકિસ્તાને લીધી જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Suicide Bombing Attack At Pakistan Army Base: પાકિસ્તાનમાં એક આર્મી બેઝ પર મંગળવારે આત્મઘાતી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની તાલિબાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.

આર્મી બેઝને બનાવાયું નિશાન

NDTVના એક રિપોર્ટ અનુસાર, એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે મંગળવારે વહેલી સવારે થયેલા આ હુમલામાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ જિલ્લામાં આવેલા આર્મી બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

વધી શકે છે મૃત્યુઆંક

અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે જે લોકોએ જીવ ગુમાવ્યો તે બધા લશ્કરી કર્મચારીઓ હતા. આ સાથે 27 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. હુમલામાં મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

ADVERTISEMENT

તહરીક-એ-જેહાદે લીધી જવાબદારી

મળતી માહિતી મુજબ, આ આત્મઘાતી હુમલો એક સ્કૂલ બિલ્ડિંગના પરિસરમાં થયો હતો જેનો ઉપયોગ મેકશિફ્ટ મિલિટ્રી બેસ તરીકે કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા નવા જૂથ તહરીક-એ-જેહાદ પાકિસ્તાને હુમલાની જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાની સેના તરફથી આ ઘટના અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT