પાકિસ્તાન પણ શ્રીલંકાના રસ્તે: IMF પાસે પકિસ્તાન માંગી રહ્યું છે મદદની ભીખ, જાણો કેવી છે હાલત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: શ્રીલંકાની નાદારી પાછળ સરકારની નીતિઓ જવાબદાર હતી, પાકિસ્તાનની નીતિઓ દુનિયામાં કોઈનાથી છુપાયેલી નથી. આ બંને દેશોના રાજનેતાઓએ સમયસર નક્કર પગલાં લીધા નહોતા, જેના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ ઘણું બગડી છે.

હવે પાકિસ્તાનની આશા IMF પર જ ટકી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ની કડકાઈ બાદ પાકિસ્તાનના પોતાના લોકો પણ મદદ કરવાથી દૂર થઈ રહ્યા છે. ચીન, UAE સહિત ઘણા દેશો હવે પાકિસ્તાનને IMFની વાત માનવાની સલાહ આપી રહ્યા છે. દરમિયાન હવે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ IMF તરફથી ફંડ મળે તો પણ તે ‘ઊંટના મોંમાં જીરું’ સાબિત થવાનું છે.

આ કારણે સ્થિતિ વણસી
ગયા વર્ષે શ્રીલંકાએ પોતાને આર્થિક રીતે નાદાર જાહેર કર્યું હતું. હવે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ શ્રીલંકા કરતા પણ ખરાબ થઈ ગઈ છે. શ્રીલંકાની નાદારી પાછળ સરકારની નીતિઓ જવાબદાર હતી, પાકિસ્તાનની નીતિઓ દુનિયામાં કોઈનાથી છુપાયેલી નથી. આ બંને દેશોના રાજનેતાઓએ સમયસર નક્કર પગલાં લીધા નહોતા, જેના કારણે દેશની આર્થિક તબિયત બગડી ગઈ હતી.

ADVERTISEMENT

પાકિસ્તાન પણ શ્રીલંકાના રસ્તે 
પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી ચરમસીમાએ છે, લોકોની આવક ઘટી રહી છે. IMF તરફથી 1 બિલિયન ડૉલરની મદદ મળે તો પણ કેટલા દિવસો સુધી ખતરો ટળી જશે. પાકિસ્તાન દેવાની જાળમાં ફસાઈ ગયું છે, હવે તેમાંથી બહાર નીકળવું સરળ નથી. લોન ચુકવવા માટે લોન લેવામાં આવી રહી છે. આવું જ કંઈક એક વર્ષ પહેલા શ્રીલંકામાં ચાલી રહ્યું હતું. ગરીબીનું કારણ શ્રીલંકાની સરકારની ખોટી નીતિઓને કારણે દેશ ગરીબ બની ગયો હતો. સરકારી તિજોરીઓ ખાલી હોવા છતાં નેતાઓએ સત્તામાં રહેવા માટે લોકપ્રિયતાવાદી નિર્ણયો લીધા. આ બધું લોન લઈને થતું હતું, પછી નાદારી નિશ્ચિત હતી.

પાકિસ્તાનને આર્થિક સંકટમાં ધકેલવાનું મુખ્ય કારણ
પાકિસ્તાનને પણ દેવાના ડુંગર નીછે દટાયું છે. જેણે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સેનાના શાસકો અને રાજકારણીઓની સંપત્તિમાં બેફામ વધારો થયો છે. પાકિસ્તાનને આર્થિક સંકટમાં ધકેલવાનું મુખ્ય કારણ રાજકીય અસ્થિરતા પણ છે.

ADVERTISEMENT

અસલી ગુનેગાર કોણ?
શ્રીલંકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો, તેને રોકવા માટે નક્કર પગલાં લેવાયા નહોતા, આજે સ્થિતિ સૌની સામે છે. ઈતિહાસ પર નજર કરીએ તો પાકિસ્તાનમાં રાજકારણીઓ પર સૌથી વધુ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. આરોપ લાગતાની સાથે જ નેતાઓ પાકિસ્તાન છોડીને ભાગી જાય છે અથવા તો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. બંને જગ્યાએ જનતાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો.

ADVERTISEMENT

જનતાએ માંડ્યો મોરચો
એ જ રીતે હવે પાકિસ્તાની જનતાનો ગુસ્સો પણ નેતાઓ સામે વધવા લાગ્યો છે, કારણ કે જનતા બધું જ જાણે છે. આ બંને દેશોની નબળાઈ માટે અહીંના રાજકારણીઓ જવાબદાર છે.મોંઘવારીથી પીડિત લોકો ફેબ્રુઆરી 2023માં શ્રીલંકામાં છૂટક ફુગાવાનો દર 50.6 ટકા હતો. જ્યારે જાન્યુઆરીમાં મોંઘવારી દર 51.7 ટકા હતો. ગયા વર્ષના મે પછી આ સૌથી નીચો છે. અગાઉ ડિસેમ્બર-2022માં તે 57.2 ટકા હતો. શ્રીલંકામાં ગેસ સિલિન્ડર, લોટ-ચોખાથી લઈને પેટ્રોલ-ડીઝલની ભારે અછત હતી. કારણ કે શ્રીલંકન ચલણનું અવમૂલ્યન થઈ ગયું હતું.

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને
હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારી દર 31.5 ટકા નોંધાયો છે, જે 1974 પછી એટલે કે લગભગ 50 વર્ષમાં સૌથી વધુ છે. ગયા મહિને એટલે કે જાન્યુઆરી 2023માં ફુગાવો 27.6 ટકા હતો. જ્યારે ડિસેમ્બર 2022માં તે 24.5 ટકા હતો. અનિયંત્રિત છૂટક ફુગાવાના કારણે મહત્વની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં મોંઘવારીની સમસ્યા એ છે કે દૂધ, બ્રેડ અને લોટ જેવી રોજીંદી વસ્તુઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે.

શ્રીલંકાની આ છે મોંઘવારી 
દૂધ – 420 રૂપિયા
પ્રતિ લીટર ચોખા – રૂ. 227
ઈંડા – રૂ 48
ચિકન પ્રતિ કિલો રૂ 1312
પ્રતિ કિલો નારંગી – રૂ 1082
પ્રતિ કિલો બટેટા – રૂ 341
પ્રતિ કિલો ટામેટા – રૂ 412 પ

પાકિસ્તાનમાં જાણો શું છે હાલત 
દૂધ – રૂ. 150 પ્રતિ લિટર
ચોખા – 213 રૂપિયા પ્રતિ કિલો
ઈંડા – 21 રૂપિયા
ચિકનપ્રતિ કિલો – 550 રૂપિયા
નારંગી પ્રતિ કિલો 169 રૂપિયા
બટેટા પ્રતિ કિલો 66 રૂપિયા
ટામેટા પ્રતિ કિલો – 126 રૂપિયા

પડ્યા પર પાટુ
આ બધાની વચ્ચે પાકિસ્તાની રૂપિયો ડૉલર સામે પટકાઈ રહ્યો છે. હાલમાં એક ડોલરની કિંમત 277.71 પાકિસ્તાની રૂપિયા છે. જ્યારે 324.34 શ્રીલંકન રૂપિયા એક ડોલર બરાબર છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં શ્રીલંકન ચલણના સ્વાસ્થ્યમાં થોડો સુધારો જોવા મળ્યો છે. પરંતુ હવે ચિંતા પાકિસ્તાનની છે. દેશ જે રીતે દિવસેને દિવસે દેવામાં ડૂબી રહ્યો છે, તે દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાન પોતાને નાદાર જાહેર કરશે.

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો
જાન્યુઆરીમાં શ્રીલંકાના વિદેશી મુદ્રા ભંડાર લગભગ 2120 મિલિયન ડોલર હતું . જ્યારે ડિસેમ્બર 1898 મિલિયન ડોલર હતો. એટલે કે થોડો સુધારો થયો છે. એક સમયે તે ઘટીને 1272 મિલિયન ડોલર થઈ ગયો હતો. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 3 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. હવે જ્યારે ખિસ્સામાં પૈસા નથી તો આયાત કેવી રીતે કરશે. શ્રીલંકા નાદાર થયું તેની પાછળનું આ સૌથી મોટું કારણ હતું, હવે પાકિસ્તાનની તિજોરી ખાલી છે. પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું હાલમાં 97 બિલિયન ડોલરથી વધુ છે. જેમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, વિવિધ દેશો, વિદેશી વ્યાપારી બેંકો અને આંતરરાષ્ટ્રીય બોન્ડ માર્કેટના દેવાનો સમાવેશ થાય છે. આ દેશની જીડીપીના 80 ટકાથી વધુ છે.

આ પણ વાંચો: ‘માથા પર ઈંડા X’, હોળી પર Swiggyની આવી જાહેરાતથી ભડક્યા લોકો

દેવાનો માત્ર એક તૃતીયાંશ ભાગ ચીનનો
પાકિસ્તાનના આ દેવાનો માત્ર એક તૃતીયાંશ ભાગ ચીનનો છે. તેમાં ચીનની સરકારી વ્યાપારી બેંકોનું દેવું પણ સામેલ છે. પાકિસ્તાન પર ચીનનું 30 અબજ ડોલરનું દેવું છે, જે ફેબ્રુઆરી 2022માં 25.1 અબજ ડોલર હતું. પાકિસ્તાનને ચીનની મદદ IMFની લોન કરતાં ત્રણ ગણી વધારે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, આ લોનમાં પેરિસ ક્લબ, આઈએમએફ, વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની લોન સામેલ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT