વર્ષોથી ભારતના દુશ્મનની જાહેરમાં હત્યા, નમાજ પઢીને આવ્યોને ગોળીઓથી શરીર ચારણી થઇ ગયું

ADVERTISEMENT

Shahid latiq Death case
Shahid latiq Death case
social share
google news

નવી દિલ્હી : શાહિદ લતીફ ઘણા વર્ષ પહેલા જ પાકિસ્તાની આતંકવાદીઓના પનાહમાં બેઠોહ તો તે ત્યાં જ બેસીને ભારતની વિરુદ્ધ પોતાના નાપાક મનસુબા પાર પાડતો રહ્યો. તેણે અમારા દેશની વિરુદ્ધ અનેક કાવત્રા કર્યા અને તેમને અંજામ સુધી પહોંચાડ્યા. હવે ભારતના આ મોસ્ટ વોન્ટેડની કહાની હંમેશા માટે ખતમ થઇ ગઇ.

વિદેશી જમીન બેસીને ભારત વિરુદ્ધ કાવત્રા રચનારા આતંકવાદી અને ગેંગસ્ટર્સ હાલના દિવસોમાં અજાણ કાતિલોના હાથે મરી રહ્યા છે. આ કડીમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી શાહિદ લતીફ પણ પાકિસ્તાનના પંજાબમાં ઠાર મરાયો. ત્યાર બાદ તેના બે સાથી પણ ઠાર મરાયા. શાહિત લતીફની હત્યા ઠીક એવી જ રીતે અંજામ આપવામાં આવ્યું, જેમ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર અને કુખ્યાત ગેંગસ્ટર સુખદુલસિંહ સુખાનું મર્ડર કર્યું હતું. શાહિત લતીફની હત્યાની સંપુર્ણ વાત

કોણ હતો શાહીદ ઉર્ફે લતીફ?

શાહિદ લતીફ ઉર્ફે છોટા શાહિદ ભાઇ ઉર્ફે નુર અલ દીનનો જન્મ 1970 માં થયો હતો. તેના પિતાનું નામ અબ્દુલ લતીફ હતું. તેનો પરિવાર મરકદ અબ્દુક્કા બિન મુબારક, તહસીલ દસ્કા, જિલ્લા સિયાલકોટ પાકિસ્તાનનો રહેવાસી હતો. જ્યારે તે પોતે મોરે અમીનાબાદ ગુજરાવાલા પંજાબ પાકિસ્તાનનો સ્થાયી નિવાસી હતો. તે પ્રતિબંધિત સંગઠન જૈશ એ મોહમ્મદનો એક મહત્વનો સભ્ય હતો.

ADVERTISEMENT

સવારની નમાજ પઢવા ગયો હતો શાહિદ લતીફ

શાહિદ લતીફ વર્ષો પહેલા જ પાકિસ્તાની આતંકવાદીઓની પનાહમાં બેઠો હતો. તે ત્યાં જ બેસીને ભારત વિરુદ્ધ પોતાના નાપાક નમસુબાઓ પુરા કરતો રહ્યો. તેણે અમારી વિરુદ્ધ અને કાવત્રા કર્યા અને તેને અંજામ સુધી પણ પહોંચાડ્યા. હવે ભારતના આ મોસ્ટ વોન્ટેડની કહાની હંમેશા માટે ખતમ થઇ ચુકી છે. શાહીદ લતીફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દસ્કા વિસ્તારમાં રહેતો હતો.તે પાંચ વક્તનો નમાજ પઢતો હતો. દરરોજની જેમ જ તે બુધવારે સવારે ફજ્રની નામજ પઢવા માટે સવારે જ મેડકી ચોક પાસે રહેલી નૂર મદિના મસ્જિદ પહોંચ્યા હતા. તેની સાથે બે અન્ય લોકો પણ હાજર હતા.

ત્રણ હુમલાખોરોએ ગોળીઓથી શરીર ચારણી કરી નાખ્યુ

તેણે પોતાની નામજ અદા કરી અને ત્યાર બાદ તેણે પોતાના બંન્ને સાથીઓ સાથે મસ્જિદની બહાર આવ્યો. જેવો તે બહાર નિકળ્યો ત્યારે અચાનક બાઇક તેની સામે આવીને અટકી. જેના પર ત્રણ હથિયારબંધ લોકો હતા. તેણે પહેલા શાહિદ લતીફ અને તેનો સાથી કઇ સમજે ત્રણેય વ્યક્તિએ અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો. ઘટના સ્થળેથી ભાગી ગયા. શાહિદ લોહીથી લથબથ હાલતમાં જમીન પર પટકાયો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તેની સાથે હાજર બંન્ને લોકો પણ ગોળીના કારણે મોત નિપજ્યું.

ADVERTISEMENT

આતંકવાદી નિજ્જર અને સુક્ખાની જેમ હત્યા

શાહિત લતીફની હત્યા તે જ પ્રકારે થઇ જે પ્રકારે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર અને કુખ્યાત ગેંગસ્ટર સુખદલસિંહ સુક્ખાનું મર્ડર કર્યું હતું. તમામ અજાણ્યા હત્યારાઓના હાથે મરાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT