PM મણિપુર અંગે નહી બોલતા વિપક્ષે વોકઆઉટ કર્યું, ખુબ જ આઘાતજનક દ્રશ્ય
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા લગાવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તેમણે વિપક્ષ પર ભારે હોબાળો…
ADVERTISEMENT

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા લગાવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તેમણે વિપક્ષ પર ભારે હોબાળો કર્યો છે. આ અગાઉ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવની જ શક્તિ છે કે પીએમ મોદી સદન સુધી આવી પહોંચ્યા.
જો કે પીએમ મોદી સતત વિપક્ષ પર હુમલા અને અર્થતંત્ર સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા. મણિપુર અંગે કંઇ પણ નહી બોલતા સમગ્ર વિપક્ષે વોકઆઉટ કરી લીધું હતું. પીએમ મોદીનું ભાષણ અડધે પહોંચ્યું ત્યારે મણિપુર મુદ્દે કંઇ પણ નિવેદન નહી આવતા આખરે વિપક્ષે સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જો કે સુત્રોચ્ચારનો પણ કોઇ અર્થ નહી સરતા આખરે સમગ્ર વિપક્ષી સાંસદોએ ચાલતી પકડી હતી.
રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓએ વોકઆઉટ કર્યું હતુ. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ લોકોને માત્ર કહેવાની જ આદત છે તેમને સાંભળવાની જરા પણ આદત નથી. આ લોકો વારંવાર આવું કરે છે. પોતે કંઇ પણ કહીને ચાલતી પકડે છે. મણિપુર અંગે અમિત શાહે કાલે વિસ્તારથી ચર્ચા કરી છે તેમ છતા પણ આ લોકો મારી પાસેથી સ્પષ્ટતા માંગી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT