‘આવું ત્યાં જ શક્ય જ્યાં લોકતંત્ર નથી’, ખડગેને G-20ના ડિનરમાં આમંત્રણ ન મળતા ભડક્યું વિપક્ષ
G-20 Summit: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને G20 ડિનરની ગેસ્ટ લિસ્ટમાં સામેલ ન કરવા બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા…
ADVERTISEMENT
G-20 Summit: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને G20 ડિનરની ગેસ્ટ લિસ્ટમાં સામેલ ન કરવા બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે સરકારની ટીકા કરતા કહ્યું કે, આ ફક્ત એવા દેશોમાં થઈ શકે છે જ્યાં લોકશાહી નથી કે વિરોધ નથી. ચિદમ્બરમે કહ્યું કે, મને આશા છે કે ભારત હજુ એવી સ્થિતિમાં નથી પહોંચ્યું કે જ્યાં લોકશાહી અને વિપક્ષનું અસ્તિત્વ ખતમ થઈ જાય.
ચિદમ્બરમે કહ્યું કે, હું કલ્પના કરી શકતો નથી કે અન્ય કોઈ લોકતાંત્રિક દેશની સરકાર વિપક્ષના નેતાને વિશ્વના નેતાઓ માટેના સ્ટેટ ડિનરમાં આમંત્રિત ન કરે. આ ફક્ત એવા દેશોમાં જ થઈ શકે છે જ્યાં લોકશાહી નથી કે વિરોધ પક્ષ નથી.
I cannot imagine any other democratic country's government not inviting the recognised Leader of the Opposition to a state dinner for world leaders
This can happen only in countries where there is no Democracy or no Opposition
I hope India, that is Bharat, has not reached a…
— P. Chidambaram (@PChidambaram_IN) September 9, 2023
ADVERTISEMENT
સંજય રાઉતે પણ નિશાન સાધ્યું હતું
તે જ સમયે, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તમે મનમોહન સિંહને ડિનર માટે આમંત્રણ આપ્યું છે, તમે જાણો છો કે મનમોહન સિંહની તબિયત સારી નથી અને તેઓ આવવાના નથી, પરંતુ તમે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપ્યું નથી. જો લોકશાહીમાં વિરોધ પક્ષના નેતાનું કોઈ સ્થાન નથી તો તે સરમુખત્યારશાહી છે.
દેશમાં આટલી મોટી કોન્ફરન્સ થઈ રહી છે. તમારે બધાને બોલાવીને વાત કરવી જોઈએ. 2024માં અમારી સરકાર આવશે. પરંતુ જો અમે સત્તામાં રહીશું તો આ ભૂલ નહીં કરીએ. જો મોદીજી વિપક્ષના નેતા હશે તો તેમને પણ આમંત્રણ આપવામાં આવશે.
ADVERTISEMENT
કેન્દ્ર પર હુમલો કોંગ્રેસ પર કહ્યું
બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટીના વડા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેને જી-20 ડિનરમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ભારતની 60 ટકા વસ્તીના નેતાને સરકાર મહત્વ નથી આપતી.
ADVERTISEMENT
ADVERTISEMENT