Lok Sabha Election 2024: ફરી પ્રચંડ બહુમત સાથે BJPની સરકાર કે INDIA ગઠબંધન કરશે કમાલ, જાણો જનતાનો મિજાજ

ADVERTISEMENT

ઓપિનિયન પોલ મુજબ દેશમાં કોની સરકાર?
ZEE NEWS-MATRIZE Survey
social share
google news

ZEE NEWS-MATRIZE Survey: લોકસભા ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. એવામાં MATRIZE નો એક ઓપિનિયન પોલ સામે આવી રહ્યો છે. આ ઓપિનિયન પોલ બંને ગઠબંધનની રચના પછી અને રાજ્યસભાની ચૂંટણી પછી જ હાથ ધરવામાં આવ્યો હતો. 

આ સર્વેમાં કેટલા લોકોનો ઓપિનિયન લેવામાં આવ્યો? 

આ ઓપિનિયન પોલ 5 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપિનિયન પોલમાં લોકસભાની 543 સીટો પર 1 લાખ 67 હજાર 843 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે, જેમાં 87 હજાર પુરૂષો અને 54 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ઓપિનિયન પોલમાં 27 હજાર પહેલીવાર મતદારોના મંતવ્યો પણ સામેલ કરવામાં આવ્યા છે. (આ માત્ર ઓપિનિયન પોલ છે, પરિણામો નથી)

ઓપિનિયન પોલ મુજબ દેશમાં કોની સરકાર?
 

ઓપિનિયન પોલ અનુસાર, ફરી એકવાર ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે. આ ઓપીનીયન પોલમાં NDAને 377 સીટો, INDIA એલાયન્સને 94 સીટો અને અન્યને 72 સીટો મળી શકે છે. ખાસ કરીને મોદીનો જાદુ ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યો  છે. આ પોલ અનુસાર NDA 78 બેઠકો જીતે છે, જ્યારે વિપક્ષ માત્ર 2 બેઠકો સુધી મર્યાદિત રહેશે.

ADVERTISEMENT

ગુજરાત ભાજપનો ગઢ

ગુજરાત લોકસભાની વાત કરવમાં આવે તો નરેન્દ્ર મોદીના કાર્યકાળથી ભાજપનો મજબૂત ગઢ જોવા મળી રહ્યું છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી વાત કરવામાં આવે તો  તમામ 26 બેઠકો ભાજપે જીતી છે. તો ચાલો જાણીએ કે ઓપિનિયન પોલમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે કે INDIA ગઠબંધન કમાલ દેખાડશે. 

ગુજરાતમાં ઓપિનિયન પોલ શું કહી રહ્યો છે?

તાજેતરમાં હાથ ધરવામાં આવેલ આ સર્વેમાં ગુજરાત લોકસભામાં ભાજપ ફરી એકવાર હેટ્રીક લગાવી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને AAPએ ગઠબંધન કર્યું છે.  I.N.D.I.A એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે, પરંતુ તેમ છતાં ઓપિનિયન પોલમાં વિપક્ષ કોઈ ખાસ કમાલ દેખાડી શક્યું નથી. ઓપિનિયન પોલમાં ભાજપ માટે ફરીથી ક્લીન સ્વીપ થતી જોવા મળી રહી છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT