OPINION POLL: કોંગ્રેસ સાથેની મિત્રતાથી AAP ને મળશે મોટો ફાયદો, પંજાબ-દિલ્હીમાં કેજરીવાલ
નવી દિલ્હી : 26 દળોના વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ 2024 માટે કમર કસી લીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત બે…
ADVERTISEMENT
નવી દિલ્હી : 26 દળોના વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ 2024 માટે કમર કસી લીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત બે ડઝન કરતા નાની મોટી પાર્ટી સહિત બે ડઝનથી વધારે નાની મોટી પાર્ટીઓનું ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને રોકી શકશે કે નહી આ એક મોટો સવાલ છે. તેનો યોગ્ય જવાબ તો લોકસભા ચૂંટણી બાદ જ મળશે, હાલ બે સર્વેમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, વિપક્ષી મહાગઠબંધન માટે હાલ દિલ્હી દુર છે. શનિવારે જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલના અનુસાર દેશમાં સતત ત્રીજીવાર એનડીએ સરકાર બની શકે છે.
સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
સર્વે અનુસાર દેશમાં હાલ લોકસભાની ચૂંટણી કરાવવામાં આવે તો એનડીએ એકવાર ફરીથી 200 થી વધારે સીટો પર જીત પ્રાપ્ત કરશે. પીએમ મોદીની આગેવાનીમાં એનડીએ ગઠબંધન 318 સીટો પર જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે. માત્ર ભાજપ 290 સીટો પર જીત પ્રાપ્ત કરી શકે છે. ઇન્ડિયા ગઠબંધન 175 સીટો પર સમેટાઇ શકે છે. અન્યના ખાતામાં 50 સીટો જાય તેવી શક્યતા છે. વિપક્ષી ગઠબંધનની ધુરી અને દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ એકવાર ફરીથી બેવડા અંક પર સમેટાઇ શકે છે. કોંગ્રેસને માત્ર 66 સીટો મળવાનું અનુમાન છે.
આમ આદમી પાર્ટીને મોટો ફાયદો
સર્વેના આંકડા જો હકીકતમાં બદલાઇ જાય છે તો આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થશે. કોંગ્રેસ સાથે ગઠબંધન બાદ અરવિંદ કેજરીવાલની પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર પોતાનું સૌથી સારુ પ્રદર્શન કરી શકે છે. આપની કુલ 10 સીટો મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જ્યારે ગત્ત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર એક સીટ પર જીત પ્રાપ્ત થઇ હતી. 2014 માં આપને પંજાબમાં 4 સીટો પર જીત મળી હતી. ગત્ત બંન્ને ચૂંટણીમાં આપ એકલા હાથે અખાડામાં ઉતરી હતી.
ADVERTISEMENT
દિલ્હીમાં ખુલશે ખાતુ અને પંજાબમાં પણ ફાયદો
પોતાના સૌથી મોટા ગઢ અને જન્મસ્થલી દિલ્હીમાં આમ આદમી પાર્ટી અત્યાર સુધી ખાતુ નહોતી ખોલાવી શકી. ઇન્ડિયા ટીવી- સીએનએક્સના સર્વે અનુસાર હાલ લોકસભા ચૂંટણી થાય તો દિલ્હીમાં પહેલીવાર AAP નું ખાત ખુલી શકે છે. કેજરીવાલની પાર્ટીને દિલ્હીમાં 2 સીટો પર જીત મળવાનું અનુમાન લગાવાયું છે. દિલ્હીની સાત સીટોમાંથી 5 ભાજપ અને આપને મળી શકે છે. ભાજપને 49 ટકા મત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જ્યારે આપને 29 અને કોંગ્રેસને 19 ટકા મત મળવાની સંભાવના છે. બીજી તરફ પંજાબમાં પણ આપને 8 સીટો પર જીત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
(INDIA TV અને CNX દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે)
ADVERTISEMENT
ADVERTISEMENT