ONOE: જો પાંચ વર્ષે એક જ વાર ચૂંટણી થશે તો સિલિન્ડર 5000 રૂપિયામાં વેચાશે

ADVERTISEMENT

One nation one election
One nation one election
social share
google news

One Nation One Election: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવ પર ભાજપને એકવાર ફરીથી ઘેર્યા છે. તેમણે કહ્યું કે, જનતા વચ્ચે જવાથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Rajasthan News: રાજસ્થાનમાં આવર્ષે આયોજીત થનારી વિધાનસભા ચૂંટણી (Assembly election) માં દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. બીજી તરફ પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સોમવારે જયપુરમાં (Jaipur) એક કાર્યક્રમમાં પહોંચ્યા અને વન નેશન વન ઇલેક્શન (One Nation One Election) પ્રસ્તાવ અંગે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો એવા નિયમ લાગુ થઇ ગયો તો ભાજપ અને તેના નેતાઓ પાંચ વર્ષ સુધી પોતાનું મોઢુ બતાવવા નહી આવે.

પાંચ વર્ષ થયા છતા વન નેશન વન ઇલેક્શનના નામે મત માંગે છે PM

આપ સંજોજક કેજરીવાલે કહ્યું કે, મને દુખ થઇ રહ્યું છે કે, નવ વર્ષ સુધી વડાપ્રધાન રહેવા છતા પણ નરેન્દ્ર મોદી વન નેશન વન ઇલેક્શન મુદ્દે મત્ત માંગી રહ્યા છે. વન નેસન 100 ઇલેક્શન થઇ જાય અમારે તેનું શું કરવું છે, તમને તેનાથી શું મળશે ભાઇ સાહેબ. નવ વર્ષ વડાપ્રધાન રહેવા છતા પણ જો કોઇ વન નેશન વન ઇલેક્શન પર મત માંગી રહ્યું છે તો તેનો સીધો જ અર્થ છે કે કોઇ જ કામ નથી કર્યું. વન નેશન વન એજ્યુકેશન, વન નેશન વન સારવાર જેવી સ્કીમ હોવી જોઇએ.

ADVERTISEMENT

દર ત્રણ મહિને ચૂંટણી થવી જોઇએ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મે ઘણુ વિચાર્યું કે, મોદી એવું કેમ કરી રહ્યા પરંતુ પાંચ વર્ષમાં નેતા ત્યારે જ તમારી પાસે આવે છે જ્યારે ચૂંટણી હોય છે. આપણા દેશમાં દર છ મહિને ચૂંટણી થતી હોય છે, પીએમ મોદીને તેનાથી તકલીફ છે કે, દર છ મહિનામાં જનતા વચ્ચે જવું પડી રહ્યું છે, જો પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી કરી દેશે તો સિલિન્ડર પાંચ હજાર રૂપિયાનું મળશે અને પાંચ વર્ષ બાદ મોદી કહેશે કે 200 ઘટાડી દીધા છે. મારી તો માંગ છે, મારો નારો છે કે વન નેશન 20 ઇલેક્શન થાય, દર ત્રીજા મહિને ચૂંટણી થવી જોઇએ. તો જ આ અભિમાની નેતાઓ મોઢું દેખાડવા આવશે અને કંઇક સારી યોજનાઓ આપીને જશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

કોઇ પાર્ટીએ શાળા માટે મત નથી માંગ્યા

બીજી તરફ પોતાની પાર્ટીને દેશભક્ત પાર્ટી ગણાવતા સીએમ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઇમાનદાર પાર્ટી છે, રાષ્ટ્રવાદી પાર્ટી છે, દેશભક્ત પાર્ટી છે. અમારી જિંદગીની એક એક પળ આ દેશ માટે ન્યોછાવર છે. હુ ચેલેન્જ સાથે કહી શકું છું કે, 75 વર્ષમાં કોઇ એક પાર્ટી નથી થઇ જેમાં કહ્યું હોય કે, મને મત આપો હું તમારા બાળકો માટે શાળા બનાવી આપીશ. શાળાના નામ પર કોઇએ મત્ત નથી માંગ્યો. 75 વર્ષોમાં કોઇ એવી પાર્ટી નથી થઇ જેણે તેવું કહ્યું કે, મને મત આપો, હું તમારા પરિવાર માટે હોસ્પિટલ બનાવી દઇશ.

    follow whatsapp

    ADVERTISEMENT