કૂનો નેશનલ પાર્કમાં એક વધારે ચિત્તાનું મોત નિપજ્યું, ઉદયના મોત બાદ આટલા બચ્યા
શ્યોપુર : મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા એક વધારે ચિત્તાનું મોત થઇ ચુક્યું છે. જે ચિત્તાનું આ વખતે મોત થયું છે તેનું નામ…
ADVERTISEMENT
શ્યોપુર : મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલા એક વધારે ચિત્તાનું મોત થઇ ચુક્યું છે. જે ચિત્તાનું આ વખતે મોત થયું છે તેનું નામ ઉદય છે. દક્ષિણ આફ્રિકાથી કૂના લાવવામાં આવ્યો હતો. આ પહેલા માદા ચિતા શાસાનું પણ મોત નિપજ્યું હતું. ઉદયનું મોત રવિવારે સાંજે થયું હતું. વન વિભાગની ટીમે સવારે જોયું હતું કે, તેના સ્વાસ્થયમાં ગડબડ લાગી રહી છે. ત્યાર બાદ તેને ટ્રેક્યુલાઇઝ કરીને મેડિકલ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો. જો કે સાંજે 4 વાગ્યે તેનું મોત થયું હતું.
ઉદય દક્ષિણ આફ્રિકન ચિત્તો હતો
ઉદય દક્ષિણ આફ્રિકી ચિત્તા હતો અને આ વર્ષે 18 ફેબ્રુઆરીએ 11 અન્ય ચિત્તાઓની સાથે કુનો લાવવામાં આવ્યો હતો. વેટનરી ટીમ સોમવારે ઉદયના શબનું પોસ્ટમોર્ટમ કરશે. ભોપાલ અને જબલપુરથી વેટનરી વિશેષજ્ઞોને પોસ્ટમોર્ટમ માટે કૂનો મોકલવામાં આવ્યા છે. સમગ્ર પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીત્તાઓનું આ બીજું મોત થયું છે. નામીબિયા અને દક્ષિણ આફ્રીકાથી કુનો નેશનલ પાર્કમાં G 20 ચીત્તાઓ લાવવામાં આવ્યા હતા. જેમાં હવે 18 બાળકો છે.
ક્વોરન્ટિન પીરિયડ પુર્ણ થયા બાદ તેને છોડવાનું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રીલ મહિનામાં ક્વોરન્ટાઇન પીરિયડ પુરો થયા બાદ આફ્રિકન ચિત્તાને મોટા વાડામાં ખુલ્લા જંગલમાં રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાથી ગત્ત 18 ફેબ્રુઆરીએ કુનો ખાતે લાવવામાં આવ્યા હતા.12 ચિતાઓમાંથી ત્રણ નર ચિત્તાઓને 17 એપ્રીલે ક્વોરન્ટીન વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. બીજી તરફ 18 એપ્રીલ અને 19 એપ્રીલે બાકીના 9 ચિત્તાઓને પણ વાડામાં રિલિઝ કરી દેવાયા છે. બાકીના અન્ય ચિત્તાઓ વાડામાં હજી પણ હાજર છે. ડીએએચડી (ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસ્બન્ડરી એન્ડ ડેરી) ની અનુમતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર ગત્ત બે દિવસમાં સાઉથ આફ્રીકાથી લવાયેલા તમામ ચિત્તાઓને રિલિઝ કરવાનું આયોજન હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT