OMG! મહિલા માટે પાણી જીવલેણ બન્યું, 75 HARD ચેલેન્જના ચક્કરમાં મોતના મોડા સુધી પહોંચી
નવી દિલ્હી : લોકો ઘણીવાર કહે છે કે કોઇ પણ વસ્તુઓના અતિનુકસાનદાયક હોય છે, કેટલાક લોકો તે વાત પર સીરિયસલી નથી હોતા અને એવું કરી…
ADVERTISEMENT
નવી દિલ્હી : લોકો ઘણીવાર કહે છે કે કોઇ પણ વસ્તુઓના અતિનુકસાનદાયક હોય છે, કેટલાક લોકો તે વાત પર સીરિયસલી નથી હોતા અને એવું કરી બેસે છે કે ત્યાર બાદ તેમને પસતાવું પડે છે. તમે તો સાંભળ્યું જ હશે કે ખુબ જ પાણી પીવું જોઇએ. જેનાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ઘણીવખત એવું પણ કહેવાય છે કે, એક વ્યક્તિએ દિવસમાં 4-5 લીટર પાણી જરૂર પીવું જોઇએ. જો કે કહેવત છે કે અતિ સર્વત્ર વર્જયેત. તે પ્રકારે વધારે પાણી પીવું પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો ખુબ જ વાયરલ છે. જેમાં એક મહિલાએ એટલું પાણી પીધું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
મહિલાનું નામ મિશેલ ફેયરબર્ન છે. કેનેડાની રહેવાસી મિશેલ એક ટિકટોક ઇન્ફ્લુએન્સર છે. સોશિયલ મીડિયા પર એક ચેલેન્જ થઇ હતી કે જેને 75 હાર્ડ કહે છે. મિશેલ આ ચેલેન્જને ફોલો કરી રહી હતી. જો કે હવે તેને હોસ્પિટલ જવું પડ્યું હતું. તેની હાલત એટલી ખરાબ થઇ ચુકી છે કે તે જીવન મરણનો સવાલ થઇ ગયો હતો. જો કે ખુબ જ મહેનત બાદ ડોક્ટર્સે તેનો જીવ બચાવી લીધો છે.
પાણી પીવાના કારણે થઇ હતી ગંભીર બિમારી
મિશેલે ફરીથી ડોક્ટરને દેખાડ્યું તો માહિતી મળી કે, તેમને સોડિયમ ડેફિસિએન્સી નામની બિમારી થઇ ગઇ હતી. ડોક્ટરે જણાવ્યું કે, દરરોજ 4 લીટર પાણી પીવાના કારણે તેને આ બિમારી થઇ હતી. ત્યાર બાદ તેને હોસ્પિલ દાખલ કરવામાં આવી. ડોક્ટરે તેને રોજ અડધો લીટર કરતા પણ ઓછું પાણી આપ્યું. સોડિયમ ડેફિશિએન્સી એક ખતરનાક બીમારી હોય છે. જો યોગ્ય સમયે તેની સારવાર ન કરવામાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT