Big News: સતત બીજીવાર લોકસભાના સ્પીકર બન્યા ઓમ બિરલા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ADVERTISEMENT

Om Birla
લોકસભાના સ્પીકર બન્યા ઓમ બિરલા
social share
google news

Lok Sabha Speaker Election 2024:  ઓમ બિરલા  (Om Birla) લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને ધ્વની મત દ્વારા વિજેતા જાહેર કર્યા હતા. પીએમ મોદીએ સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ગૃહ મંત્રી અમિત શાહ, હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝી, જાધવ પ્રતાપરાવ ગણપત રાવ, ચિરાગ પાસવાન, એચડી કુમારસ્વામી, કે રામમોહન નાયડુ, આઈકે સુબ્બા, અનુપ્રિયા પટેલે  સ્પીકર પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી, સુનીલ તટકરે, જયંત વસુમતારી, લઘુકૃષ્ણ દેવરાઈ, ફણીભૂષણ ચૌધરી,  કિશન પાલે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને ધ્વની મત દ્વારા વિજેતા જાહેર કર્યા હતા. 

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

ઓમ બિરલા સતત બીજીવાર લોકસભાના સ્પીકર બન્યા બાદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા.  સતત બીજી વખત સ્પીકર બનવા બદલ પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે બધાનું માર્ગદર્શન કરશો. બલરામ જાખડજીને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર તરીકેની જવાબદારી મળી હતી. આ પછી તમે છો જેમને આ તક મળી છે. તમે જીતીને આવ્યા છો. તમે નવો ઈતિહાસ રચ્યો છે. આપણામાંથી મોટાભાગના સાંસદો તમારાથી પરિચિત છે. એક સાંસદ તરીકે તમે જે રીતે કામ કરો છો તે પણ જાણવા અને શીખવા લાયક છે.

 

ADVERTISEMENT

INDIA ગઠબંધને કે.સુરેશને ઉતાર્યા હતા મેદાનમાં

આપને જણાવી દઈએ કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે. તો વિપક્ષી ઈન્ડિયા બ્લોકે કેરળના માવેલિકારાથી 8 વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા.
 


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT