BIG NEWS : CSIR-UGC-NET પરીક્ષા સ્થગિત, NTAએ જણાવ્યું કારણ

ADVERTISEMENT

CSIR-UGC-NET exam
CSIR-UGC-NET પરીક્ષા
social share
google news

Exam Postponed : CSIR-UGC-NET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ સંસાધનોનો અભાવ હોવાનું કહેવાય છે. NTAએ પરીક્ષા મોકૂફ રાખવાની જાણકારી આપી છે. NTAએ એમ પણ કહ્યું કે, આ પરીક્ષા યોજવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

NTAએ કહ્યું કે, ઉમેદવારોને નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો NTA હેલ્પડેસ્ક નંબર 011-40759000 પર કૉલ કરી શકે છે.

NTAએ સત્તાવાર કરી જાહેરાત

NTAએ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024 મુલતવી રાખી છે જે 25 થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. તે અનિવાર્ય સંજોગો તેમજ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાના આયોજન માટેનું સુધારેલું સમયપત્રક પછીથી સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT