હવે ડુપ્લીકેટ બાલિકા ગૃહ પણ ઝડપાયું, 26 બાળકીઓ ગુમ તે પૈકી 12 પોતાના ઘરેથી મળી
ભોપાલ : રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ભોપાલના બહારના વિસ્તાર પરવલિયામાં સંચાલિ આંચલ બાલિકા છાત્રાવાસની અચાનક મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે…
ADVERTISEMENT
ભોપાલ : રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ભોપાલના બહારના વિસ્તાર પરવલિયામાં સંચાલિ આંચલ બાલિકા છાત્રાવાસની અચાનક મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જ્યારે રજિસ્ટર ચેક કર્યું તો સામે આવ્યું કે, તેમાં 68 બાળકોની એન્ટ્રી હતી પરંતુ તેમાંથી 26 બાળકીઓ ગાયબ હતી. હવે પોલીસ તપાસમાં તેમાંથી 12 બાળકો પોત પોતાના ઘરોમાંથી મળ્યા છે.
ભોપાલમાં પરવાનગી વગર ચાલી રહેલા બાલિકા ગૃહમાંથી બાળકીઓ ગુમ થવાના મામલે મોટી માહિતી સામે આવી છે. ગુમ થયેલી 26 બાળકીઓ પોત-પોતાનાં ઘરોમાંથી મળી છે. બીજી તરફ અન્ય બાળકીઓ અંગે પણ પોલીસની તપાસ ચાલી રહી છે. બીજી તરફ બેદરકારી દાખવવા માટે 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ બે કારણ દર્શક નોટિસ પણ ઇશ્યું કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ મામલે બેદરકારી વર્તવા અંગે સીડીપીઓ બૃજેન્દ્ર પ્રતાપસિંહ અને સીડીપીઓ કોમલ ઉપાધ્યાયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ મહિલા બાલ વિકાસ અધિકારી સુનીલ સોલંકી અને સહાયક સંચાલક મહિલા બાલ વિકાસ રામગોપાલ યાદવને કારણદર્શન નોટિસ ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
બાલ વિકાસ પંચની તરફથી અપાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, બાલગૃહ રજિસ્ટર્ડ નહોતું. સાથે જ અહીં જે બાળકીઓનું રેસક્યું કરીને લાવવામાં આવી હતી, જેની માહિતી સીડબલ્યુસીને અપાઇ નહોતી. ન તો શાસકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે. પંચના નિરીક્ષણ દરમિયાન હાજર રહેલી 41 બાળકીઓને તંત્ર દ્વારા રજિસ્ટર્ડ બાલગૃહમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. આ સાથે જ કેટલીક બાળકીઓના ફોર્મ પણ નથી મળ્યા. આ અંગે પુછવામાં આવતા સંસ્થાએ જણાવ્યું કે, બાળકીઓ પોતાના ઘરે પરત ફરી ચુકી છે. જેનુ પોલીસ દ્વારા વેરિફિકેશન કરાવાઇ રહ્યા છે. અત્યાર સુધી 12 બાળકીઓ પોતાના ઘરે જ હાજર હતી. બાકી બાળકીઓનું પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અત: બાળકીઓને ગાયબ થવાની માહિતી યોગ્ય નથી.
મન નહી લાગવાના કારણે બાળકીઓ પોતાના ઘરે પરત ફરી
ભોપાલ ગ્રામીણ એસપી પ્રમોદ કુમારસિંન્હાએ જણાવ્યું કે, બાલગૃહથી 26 બાળકીઓ ગુમ થયાની વાત સમાચાર માધ્યમોમાં ચાલી રહી છે. અત્યાર સુધીપુછપરછમાં સામે આવ્યું કે, અનેક એવી બાળકીઓ હતો, જે રજીસ્ટ્રેશન કરાવીને કયા કારણોથી પોતાના પરિવાર પાસે પરત જતી રહી. તપાસમાં સામે આવ્યું કે, આ 26 બાળકીઓ સંબંધમાં તે જ સામે આવ્યું છે કે તે મન નહી લાગવાના કારણે પોતાના પરિવાર પાસે જતી રહી. આ અંગે હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બાળપંચના અધ્યક્ષની અચાનક મુલાકાતથી થયો ખુલાસો
અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ ભોપાલના બહારના વિસ્તાર પરવલિયામાં સંચાલિક આંચલ બાલિકા છાત્રાવાસની અચાનક મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે જ્યારે રજિસ્ટર ચેક કર્યું તો તેમાંથી 68 બાળકીઓની એન્ટ્રી હતી. જો કે તેપૈકી 26 બાળકીઓ ગુમ હતી. આ બાળકીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા, બાલઘાટના રહેવાસી છે. પરવાનગીવગર જ બાલિકાગૃહ ચલાવવાના મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
ADVERTISEMENT
ચિલ્ડ્રન હોમના સંચાલક વિરુદ્ધ ફરિયાદ
ચિલ્ડ્રન હોમના સંચાલક અનિલ મેથ્યુએ ગુમ થયેલા બાળકો અંગે પુછપરછ કરવામાં આવી તો તેઓ સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા. ત્યાર બાદ પોલીસને માહિતી આપવામાં આવી. ફરિયાદ અનુસાર બાલિકાઓ માટે સંચાલિત આ ચિલ્ડ્રન હોમમાં અનેક ગોટાળા સામે આવ્યા. મળતી માહિતી અનુસાર પ્રિયાંક ગાનુનગોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ADVERTISEMENT