હવે હું કયા મોઢે ઇન્કાર કરૂ… દાદાને ભારત રત્ન મળતા જયંત ચૌધરીએ NDA માં સામેલ
ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપીને સરકારનો માસ્ટર સ્ટ્રોક પ્રપૌત્રએ કોઇ પ્રસ્તાવ વગર NDA માં જોડાવા માટેની તૈયારી દર્શાવી પશ્ચિમી યુપીમાં જયંત ચૌધરીની પાર્ટી મજબુત વર્ચસ્વ…
ADVERTISEMENT
- ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપીને સરકારનો માસ્ટર સ્ટ્રોક
- પ્રપૌત્રએ કોઇ પ્રસ્તાવ વગર NDA માં જોડાવા માટેની તૈયારી દર્શાવી
- પશ્ચિમી યુપીમાં જયંત ચૌધરીની પાર્ટી મજબુત વર્ચસ્વ ધરાવતી પાર્ટી છે
નવી દિલ્હી : RLD પ્રમુખ જયંત ચૌધરી પોતાના દાદા અને દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્ન મળવાના કારણે ખુબ જ ખુશ છે. સરકારે જાહેરાત કર્યા બાદ તેમણે કહ્યું કે, આજે દેશ માટે ખુબ જ મોટો દિવસ છે. હું ભાવુક છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરૂ છું. દેશ તેમનો આભાર વ્યક્ત કરે છે. વડાપ્રધાન મોદી દેશના લોકોની નાડ પારખે છે.
જયંત ચૌધરી દાદાને ભારત રત્ન મળતા ભાવુક થયા
જયંત ચૌધરી હવે NDA માં જોડાય તે લગભગ નિશ્ચિત છે. શુક્રવારે મોદી સરકારે RLD ચીફ જયંત ચૌધરીના દાદા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી હતી. સરકારે આ જાહેરાત બાદ જયંત ખુબ જ ભાવુક જોવા મળ્યા. તેમણે વડાપ્રધાન મોદીનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કમેરા વર્ગ, ખેડૂત અને મજુર વર્ગનું સન્માન કર્યું છે. આ કરવાની ક્ષમતા અન્ય કોઇ સરકારની નહોતી. મને આજે મારા પિતા અજીતસિંહની યાદ આવી ગઇ છે. હું કેટલી સીટો લઇશ તે વાતો પર ધ્યાન ન આપશો. હવે હું કયા મોઢે ઇન્કાર કરીશ. હું પોતાનું કંઇ પણ ડિલીટ નહી કરૂ. જેવી રાજનીતિક પરિસ્થિતિ રહે છે હું મારી વાતને આગળ રાખીશ.
ભાજપ અને આરએલડીમાં ગઠબંધનની ફોર્મ્યુલા નક્કી
સુત્રો અનુસાર ભાજપ અને આરએલડીમાં ગઠબંધનની ફોર્મ્યુલા નિશ્ચિત થઇ ચુકી છે. આરએલડી 2 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આ બે સીટો બાગપત અને બિજનોર હશે. આ ઉપરાંત જયંત ચૌધરીની પાર્ટી આરએલડીને એક રાજ્યસભા સીટ પણ અપાશે. બંન્ને દળો વચ્ચે ગઠબંધનની જાહેરાત 2-3 દિવસમાં થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળ સતત દાવા કરી રહ્યું છે કે, જયંત ચૌધરી અને તેમની પાર્ટી INDIA ગઠબંધન સાથે જોડાશે. જો કે હવે આ જાહેરાત બાદ INDIA ગઠબંધન પણ મૌન થઇ ગયું છે. જ્યારે જયંત ચૌધરીએ બંન્ને તરફના દરવાજા ખુલ્લા રાખ્યા છે.
ADVERTISEMENT
ગત્ત ચૂંટણીમાં એક પણ સીટ પર પાર્ટી નહોતી જીતી
પશ્ચિમી યુપીને જાટ ખેડૂત અને મુસ્લિમ બહુમતીનો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ 27 સીટો છે. 2019 ની ચૂંટણીમાં ભાજપે 19 સીટો પર કબ્જો કર્યો હતો. જ્યારે 8 સીટો પર વિપક્ષી ગઠબંધને કબજો કર્યો હતો. જેમાં 4 સપા અને 4 બસપા પાસે આવી હતી. જો કે આરએલડી એક પણ સીટ પર જીતી શક્યું નહોતું. એટલે સુધી કે જયંતને પશ્ચિમી યુપીમાં જાટ સમાજનો પણ સાથ મળ્યો નહોતો. 2014 માં પણ જયંતને નિરાશા જ સાંપડી હતી અને એક પણ સીટ મળી નહોતી.
ADVERTISEMENT