Breaking News: Vote For Note Case માં 'સુપ્રીમ' ચુકાદો, કહ્યું- સાંસદ, ધારાસભ્યોને લાંચની છૂટ નથી..
Vote for note case: સુપ્રીમ કોર્ટની સાત જજોની ખંડપીઠે આજે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે સાંસદો અને ધારાસભ્યોને લાંચ આપવાની છૂટ આપવામાં આવતી નથી.
ADVERTISEMENT
Vote For Note Case: વોટ ફોર નોટ કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હવે જો સાંસદો ગૃહમાં ભાષણ આપવા કે વોટ આપવા માટે પૈસા લે છે તો તેમની સામે કેસ ચાલી શકે છે. એટલે કે હવે તેમને આ મામલામાં કાનૂની પ્રતિરક્ષા મળશે નહીં.
સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્ણયને પલટી કર્યો ઐતિહાસિક નિર્ણય
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે અને અગાઉના નિર્ણયને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હા રાવના 1998ના નિર્ણયને રદ કરી દીધો છે. 1998 માં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2 ની બહુમતી સાથે નિર્ણય લીધો હતો કે, આ મુદ્દા પર જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી. પરંતુ, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટાવવાને કારણે હવે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકશે નહીં. સર્વસંમતિથી આપવામાં આવેલા મહત્વના નિર્ણયમાં CJIની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે, વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં અખંડિતતાને નષ્ટ કરે છે.
Vote For Note જાહેર જીવનમાં અખંડિતતાને નષ્ટ કરે છે: CJI
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે વિવાદના તમામ પાસાઓ પર સ્વતંત્ર નિર્ણય લીધો છે. શું સાંસદોને આમાંથી મુક્તિ આપવી જોઈએ? અમે આ સાથે અસંમત છીએ અને બહુમતી સાથે તેને નકારીએ છીએ. નરસિમ્હા રાવ કેસમાં બહુમતીનો નિર્ણય, જે લાંચ લેવા માટે કાર્યવાહીને પ્રતિરક્ષા આપે છે. જાહેર જીવન પર તેની મોટી અસર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT