‘જેકલીન લાઈનમાં છે… પણ હું તને GF બનાવવા ઈચ્છું છું’, નોરા ફતેહીએ સુકેશ વિશે બીજા પણ ખુલાસા કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં સાક્ષી બની ગઈ છે. મંગળવારે નોરા ફતેહીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું. આ દરમિયાન તેણે સુકેશ ચંદ્રશેખર પર ગંભીર આરોપો લગાવ્યા. નોરાએ પોતાના નિવેદનમાં કહ્યું કે સુકેશ તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા ઈચ્છતો હતો અને બદલે તેને મોટું ઘર અને લક્ઝરી લાઈફ આપવાની ઓફર આપી હતી.

આ પણ વાંચો: Zainab Abbas: આ એંકરનો વીડિયો જોશો તો હસી હસીને થઇ જશો લોટપોટ

કોર્ટમાં નોરા ફતેહીએ સુકેશ વિરુદ્ધ નિવેદન આપ્યું
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, નોરા ફતેહીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પિંકી ઈરાનીએ તેની કઝિનનો સંપર્ક કર્યો હતો અને કહ્યું કે, જેકલીન ફર્નાન્ડિસ લાઈનમાં રાહ જોઈ રહી છે, પરંતુ તે મને ચાહે છે. ઘણી એક્ટ્રેસિસ સુકેશ ચંદ્રશેખર સાથે રહેવા માટે બેતાબ છે. નોરાનું કહેવું છે કે તે સુકેશ વિશે કશુ જાણતી નહોતી.

ADVERTISEMENT

આ પણ  વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના જુઓ આ ખાસ દૃશ્યો- Video

સુકેશ સાથે ક્યારેય વાત નથી થઈ
નોરાએ આગળ કહ્યું કે, ‘શરૂઆતમાં હું નહોતી જાણતી કે સુકેશ કોણ છે. બાદમાં મને લાગ્યું કે તે એલએસ કંપનીમાં કામ કરે છે. મારો કોઈ પર્સનલ કોન્ટેક્ટ નહોતો અને આજ સુધી મારી ક્યારેય તેની સાથે વાત થઈ નથી.’ આ ઉપરાંત નોરાએ કોર્ટમાં જણાવ્યું કે ઈડીની ઓફિસમાં તેણે પહેલીવાર સુકેશ ચંદ્રશેખરને જોયો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: Wrestler Protest કુશ્તી સંઘના ‘દંગલ’ને ઉકેલવા ખેલમંત્રીના ઘરે ભેગા થયા પહેલવાનો, ઠાકુરને કરી આવી ફરિયાદો

ADVERTISEMENT

EDની ઓફિસમાં પહેલીવાર સુકેશને મળી
નોરાએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો કે જ્યારે ઈડીએ એક્સટોર્શન કેસમાં તેને સમન્સ મોકલ્યું ત્યારે તેને ખબર પડી કે સુકેશ ઠગ છે. તેણે કહ્યું કે, મને આ વિશે કોઈ જાણકારી નહોતી અને હું તેને ક્યારેય મળી નથી. મેં તેને પહેલીવાર ત્યારે જોયો જ્યારે ઈડીની ઓફિસમાં મને અને સુકેશને સામ સામે લાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ જેકલીન ફર્નાન્ડિસ પણ સુકેશ વિરુદ્ધ કોર્ટમાં પોતાનું નિવેદન આપી ચૂકી છે.

    follow whatsapp

    ADVERTISEMENT