કોઇ માઇનો લાલ અનામત ખતમ ન કરી શકે, સવર્ણો પણ…: ઉમા ભારતી

ADVERTISEMENT

Uma Bharti about Reservation
Uma Bharti about Reservation
social share
google news

નવી દિલ્હી : ઉમા ભારતીએ સોમવારે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન અનામતનું ખુલીને સમર્થન કર્યું. પછાત વર્ગના એક કાર્યક્રમમાં કહ્યું કે, ઓબીસીને સરકારી નોકરીમાટં 27 % અનામત મળવું જોઇએ. એસસી-એસટી ઉપરાંત ગરીબ સવર્ણોનું પણ અનામત હોવું જોઇએ. આ વ્યવસ્થા માત્ર ત્યારે બદલે જ્યારે એસટી-એસસી પોતે બોલ્યા કે તેમને અનામત નથી જોઇતી.

મધ્યપ્રદેશમાં ફરી એકવાર માઇ કા લાલનો મુદ્દો ફરી એકવાર…

મધ્યપ્રદેશમાં ચૂંટણીના વર્ષ દરમિયાન માઇ કા લાલનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. શિવરાજસિંહ ચૌહાણ બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આ નારો છેડ્યો છે. સોમવારે એક કાર્યક્રમ દરમિયાન ઉમા ભારતીએ મંચ પરથી કહ્યું કે, કોઇ માઇનો લાલ અનામત ખતમ કરી શકે નહી.

ઉમા ભારતી સ્પષ્ટ રીતે અનામતના સમર્થનમાં આવ્યા

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ સોમવારે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન અનામતનું ખુલીને સમર્થન કર્યું. પછાત વર્ગના એક કાર્યક્રમમાં કહ્યું કે, ઓબીસીને સરકારી નોકરીમાં 27 ટકા અનામત મળવું જોઇએ. એસસી-એસટી ઉપરાંત ગરીબ સવર્ણોનું પણ અનામત હોવું જોઇએ. આ વ્યવસ્થા માત્ર ત્યારે જ બદલો જ્યારે એસટી-એસસી પોતે બોલ્યા કે તેમને અનામત નથી જોઇતું.

ADVERTISEMENT

ગરીબ સવર્ણોનું પણ 10 ટકા અનામત હોવું જોઇએ

અનામત પર પોતાની વાત કરતા ઉમા ભારતીએ કહ્યું કે, સમગ્ર દેશને એક થવું જોઇએ આ મામલે ઓબીસીનું અનામત હોવું જોઇએ, એસટી-એસસીનું અનામત હોવું જોઇએ. સરકારી નોકરીઓમાં ઓબીસીનું 27 ટકા અનામત હોવું જોઇએ. ગરીબ સવર્ણોનું પણ 10 ટકા અનામત હોવું જોઇએ. મે અનેક બ્રાહ્મણ અને વૈશ્ય વર્ગના લોકોને ખુબ જ ગરીફ જોયા છે.

જ્યારે એસસી-એસટી પોતે કહેશે કે અમને અનામત ન જોઇએ

આ દેશની વ્યવસ્થા હોવી જોઇએ કે અનામતની સ્થિતિ જ ન રહે. તેવી સ્થિતિ ત્યારે આવશે જ્યારે એસટી-એસસી પોતે કહેશે કે અમને અનામત ન જોઇએ. તે પહેલા આ સ્થિતિ ખતમ થઇ શકે નહી. કોઇ માઇનો લાલ અનામત ખતમ કરી શકે નહી. જ્યા સુધી સમાજમાં એક પણ વ્યક્તિ અધિકારોથી વંચિત રહેશે ત્યા સુધી અનામત ખતમ નહી થઇ શકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT