BIG BREAKING: Nitish Kumar એ 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, રાજભવનમાં જય શ્રી રામના નારા લાગ્યા
Bihar Political Crisis: નીતિશ કુમારે (Nitish Kumar) 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પટનામાં રાજભવનમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે તેમને પદ અને…
ADVERTISEMENT
Bihar Political Crisis: નીતિશ કુમારે (Nitish Kumar) 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પટનામાં રાજભવનમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે ભાજપના બે ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા છે. તેમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનો સમાવેશ થાય છે. પટનાના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જય શ્રી રામના નારા પણ સંભળાયા હતા. નીતીશ સિવાય 8 અન્ય નેતાઓએ રવિવારે શપથ લીધા હતા. જેમાં JDU અને BJPના ત્રણ-ત્રણ, HAMનો એક અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે.
બે નાયબ મુખ્યમંત્રીએ પણ લીધા શપથ
બીજી તરફ બિહારમાં નવા રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બીજેપી વિધાયક દળના નેતા સમ્રાટ ચૌધરીને અને વિજય કુમાર સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સમ્રાટ ચૌધરી ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ છે. રાજ્યમાં ફરી એનડીએ સરકાર બન્યા બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
STORY | Nitish takes oath as chief minister of Bihar for record ninth time
READ: https://t.co/h7KjhAyXkC pic.twitter.com/o4pY96H2wG
— Press Trust of India (@PTI_News) January 28, 2024
ADVERTISEMENT
ભાજપને થશે મોટો ફાયદો
પશુપતિ પારસ, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહ અને જીતન રામ માંઝીને સન્માનજનક સ્થાન મળશે. ભાજપની નજર લવ-કુશ મતો પર પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે જો નીતિશ કુમાર અને કુશવાહા સાથે રહેશે તો ચૂંટણીમાં મોટો ફાયદો થશે. 2025ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જોરદાર ફાયદો થવાની અપેક્ષા છે.
લાલુ યાદવનો ગેમ પ્લાન બગાડી શકે છે કોંગ્રેસના MLA
તમને જણાવી દઈએ કે, બિહારમાં કોંગ્રેસના 19 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં જો 10 ધારાસભ્યો NDAમાં જોડાય છે તો RJD ચીફ લાલુ યાદવનો ગેમ પ્લાન બગડી શકે છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે તેઓ આટલી સરળતાાથી નીતિશ કુમારને ફરીથી સરકાર બનાવવા દેશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT