Breaking News: વધુ એક ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, દુર્ઘટનામાં 9 લોકોના મોત, અનેક ઘાયલ

ADVERTISEMENT

 વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો
Tamil Nadu's Vembakottai
social share
google news

Firecracker Blast in Tamil Nadu: તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અહીં કામ કરતા 9 કામદારોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ફટાકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી હતી. 

વિસ્ફોટ બાદ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત

વિસ્ફોટ બાદ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો

અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીની નજીક આવેલી ચાર ઈમારતોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં ફટાકડાનું કારખાનું ચાલતું હતું તે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈને વધુ કેટલાક લોકોના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા 9 લોકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ છ લોકોને શિવકાશીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT