સવાણીએ ‘સાવરણો’ છોડીને કમળ પકડ્યું: રાજકીય ત્રણ ધામની જાત્રા કરીને આખરે ભાજપમાં પાપધોવા પહોંચ્યા

ADVERTISEMENT

Nikhil savani Join BJP
Nikhil savani Join BJP
social share
google news

Nikhil Sawani Join BJP : દિવાળીના તહેવારના દિવસે હાર્દિક પટેલના ખાસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા નીખીલ સવાણીએ કેસરિયા કર્યા હતા. નીખિલ સવાણીએ આમ આમદી પાર્ટીમાં અગાઉ જ રાજીનામું આપી ચુક્યા હતા. સવાણીએ સી.આર પાટીલની હાજરીમા ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ગઇકાલે રાજીનામું આપ્યા બાદ આજે જ ભાજપમાં જોડાઇ ગયા હતા.

આમ આદમી પાર્ટીનાં શ્રી નિખિલભાઇ સવાણીને આજે દિવાળીનાં પાવન અવસરે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. pic.twitter.com/BwEpAn45nc

— C R Paatil (@CRPaatil) November 12, 2023

AAP ના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલની રાજનીતિ ફરી એકવાર શરૂ થઇ ચુકી છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા નીખિલ સવાણીએ ગઇકાલે આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું ધર્યું હતું. આજે દિવાળીના દિવસે જ તેણે સી.આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ADVERTISEMENT

આજરોજ દિવાળીના શુભ દિવસે @BJP4Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબના વરદ હસ્તે હું ભારતીય જનતા પાર્ટી પરિવારમાં શામિલ થયો છું. pic.twitter.com/rFdZglNiYG

— Nikhil Savani (@NikhilSavani_) November 12, 2023

ભાજપમાંથી કોંગ્રેસ આપ બાદ ફરી એકવાર ભાજપમાં જોડાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, નીખિલ સવાણી 2017 વિધાનસભા પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યુ્ં હતું. તે સમયે તેણે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. એક નિવેદનમાં પાટીદારો જેની સાથે તેઓ તે પાર્ટીમાં જોડાશે તેમ પણ જણાવ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી પણ ગજગ્રાહ થતા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ તેણે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. જો કે હવે ચારધામની જાત્રા કરીને ફરી એકવાર ભાજપમાં પરત ફર્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

कल गुजरात की सियासत में दो बड़े धमाके होंगे।

कल भाजपा के पैर से जमीन खिसकने वाली है।

— Nikhil Savani (@NikhilSavani_) October 29, 2022

 

ये है गुजरात का असली विकास और असली विकास को सफेद कपड़े के पीछे छुपाना पड़ता है। pic.twitter.com/O5mrovVTcc

— Nikhil Savani (@NikhilSavani_) September 30, 2022

    follow whatsapp

    ADVERTISEMENT