દક્ષિણ ભારતમાં 19 ઠેકાણાઓ પર NIAના દરોડા, સોશિયલ મીડિયા પર જેહાદી વિદ્યાર્થી સંગઠનો સાથે કનેક્શનને લઈને કાર્યવાહી
NIA Raid On 19 Loction in South India: ભારત સરકાર દેશની અંદર વધી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોની સામે એક્શન મોડમાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ…
ADVERTISEMENT
NIA Raid On 19 Loction in South India: ભારત સરકાર દેશની અંદર વધી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોની સામે એક્શન મોડમાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશની અંદર ચાલી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોનો પર્દાફાશ કર્યો છે. આ અંતર્ગત NIAએ આજે દક્ષિણ ભારતમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે, જે હજુ પણ ચાલુ છે. દરોડા દરમિયાન એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવી છે.
શંકાસ્પદ વિદ્યાર્થીની અટકાયત
દરોડા દરમિયાન NIAએ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુરની એક કોલેજમાંથી જે યુવકને દબોચ્યો છે, તે એક શંકાસ્પદ વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, જેની એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવક વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગ્રુપો દ્વારા જેહાદી વિદ્યાર્થી સંગઠનોના સંપર્કમાં હતો.
અચલપુર પહોંચી NIAની ટીમ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીના આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની આશંકાને કારણે NIAની ટીમ વહેલી સવારે 4 વાગ્યે અચલપુરના અકબરી ચોક પાસે આવેલી બિયાબાની ગલીમાં પહોંચી હતી. એનઆઈએ સ્થાનિક એટીએસ અને જિલ્લા પોલીસની ટીમ સાથે મળીને વિસ્તારમાં તપાસ કરી અને શંકાસ્પદ વિદ્યાર્થીની અટકાયત કરી.
ADVERTISEMENT
13 ડિસેમ્બરે પણ પાડ્યા હતા દરોડા
NIAની ટીમ 15 ગાડીઓના કાફલા સાથે દરોડા માટે બિયાબાની ગલીમાં પહોંચી હતી. નોંધનીય છે કે, 13 ડિસેમ્બરે પણ NIAએ બેંગલુરુમાં 5થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAના આ દરોડા આતંકવાદી ષડયંત્રના કેસ સાથે સંબંધિત હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT