મૂસેવાલા મર્ડર કેસમાં ધર્મની બહેન અફસાના શંકાના દાયરામાં! NIAએ કરી 5 કલાક પુછપરછ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા કેસમાં નવો ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જાણીતી પંજાબી પ્લેબેક સિંગર અફસાના ખાનને ગેંગસ્ટર-ટેરરિસ્ટ સિંડિકેટ કેસમાં સમન્સ આપ્યા છે. આ સિલસિલામાં એનઆઈએ દ્વારા મંગળવારે અફસાના ખાન સાથે 5 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. અફસાના સિંગર સિદ્ધુ મૂસેવાલાની નજીકની વ્યક્તિ હતી.

અફસાનાનું નામ એજન્સીના રડારમાં આવ્યું
સુત્રો પ્રમાણે, અફસાના પાસેથી એનઆઈએ ટીમે મૂસેવાલા કેસમાં શામેલ ગેંગસ્ટરના સંબંધો અંગે જાણકારી હાંસલ કરી છે. એનઆઈએને શંકા છે કે મૂસેવાલાની હત્યામાં અફસાના કાનની ભૂમિકા હોઈ શકે છે. હાલમાં જ ગેંગસ્ટર્સ પર બીજા રાઉન્ડની એનઆઈએની રેડ દરમિયાન અફસાના ખાનનું નામ એજન્સીના રડારમાં આવી ગયું હતું.

ગેંગસ્ટર નેટવર્કનો પર્દાફાશ
બંબીહા ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગની હરીફ છે. બિશ્નોઈ ગેંગ પર ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની યોજના ઘડવાનો આરોપ છે. બિશ્નોઈ ગેંગને શંકા હતી કે મૂસેવાલા બંબીહા ગેંગની નજીક છે. આ ગુનાહિત ગેંગસ્ટર નેટવર્કનો પર્દાફાશ કરવાના હેતુથી NIAએ બે વખત દરોડા પણ પાડ્યા હતા.

ADVERTISEMENT

મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી
આ વર્ષે 29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 28 વર્ષની ઉંમરે મુસેવાલાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હુમલાખોરોએ AK-47, AK-94 સહિત અન્ય હથિયારોથી લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હત્યાકાંડની જવાબદારી ગેંગ લીડર લોરેન્સ બિશ્નોઈના નજીકના સહયોગી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે લીધી હતી. ગોલ્ડી બ્રાર ભારતમાંથી નહીં કેનેડાથી કામ કરે છે.

હત્યાને મહિનો થયો પણ ન્યાય?
સિદ્ધુ મુસેવાલા તેની કારકિર્દીની ટોચ પર હતા. તેની મજબૂત ફેન ફોલોઈંગ હતી. આટલી નાની ઉંમરે એક સફળ ગાયક દિવસના અજવાળામાં ગોળીઓથી વિંધાયો હશે, તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મુસેવાલાના મૃત્યુને મહિનાઓ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી સિંગરને ન્યાય મળ્યો નથી. મુસેવાલાના પરિવાર અને ચાહકો ન્યાય માટે સતત વિનંતી કરી રહ્યા છે.

ADVERTISEMENT

અફસાના મુસેવાલાની નજીક હતી
અફસાના ખાન અને સિદ્ધુ મુસેવાલાની વાત કરીએ તો બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડ હતું. અફસાના મુસેવાલાને પોતાનો ભાઈ માનતી હતી. અફસાનાના લગ્નમાં મુસેવાલાએ પણ હાજરી આપી હતી. અફસાનાએ મુસેવાલા સાથે ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. મુસેવાલાના મૃત્યુથી અફસાના પણ ખરાબ રીતે ભાંગી પડી હતી.

ADVERTISEMENT

મુસેવાલા પરિવાર સાથે અફસાનાના સંબંધો
મુસેવાલા તો ગયા પણ અફસાના આજે પણ તેના સાળા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. અફસાનાની આ પોસ્ટ દર્શાવે છે કે તે આજે પણ તેને કેટલી મિસ કરે છે. મુસેવાલાના પરિવાર સાથે અફસાનાની તસવીરો પણ છે. અફસાના પણ તેના ભાઈ માટે ન્યાયની વિનંતી કરતી જોવા મળે છે.

    follow whatsapp

    ADVERTISEMENT