Rameshwaram Cafe Blast કેસમાં NIAને મોટી સફળતા, ફરાર થયેલો મુખ્ય ષડયંત્રકારની ઝડપાયો
બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ ત્રણ રાજ્યોમાં અનેક સ્થળોએ મોટાપાયે દરોડા પાડ્યા બાદ મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
Rameshwaram cafe blast: બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ ત્રણ રાજ્યોમાં અનેક સ્થળોએ મોટાપાયે દરોડા પાડ્યા બાદ મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી છે. NIA ટીમો દ્વારા કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 5 અને ઉત્તર પ્રદેશમાં એક સહિત 18 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે મુઝમ્મિલ શરીફને સહ-ષડયંત્રકાર તરીકે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
મુખ્ય આરોપીની ઓળખ થઈ
રામેશ્વરમ કેફેમાં થયેલા વિસ્ફોટ બાદ એનઆઈએ 3 માર્ચે કેસની તપાસ સંભાળી હતી. આ પછી, મુખ્ય આરોપી મુસાવીર શાજીબ હુસૈનની ઓળખ થઈ, જેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. વધુમાં, એજન્સીએ અન્ય કાવતરાખોર અબ્દુલ માથિન તાહાની પણ ઓળખ કરી હતી, જે અન્ય કેસોમાં પણ એજન્સી દ્વારા વોન્ટેડ છે. બંને શખ્સો ફરાર છે.
સર્ચ દરમિયાન રોકડ સહિત ડિજિટલ ઉપકરણો જપ્ત
NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે, મુઝમ્મિલ શરીફે 1 માર્ચે બેંગલુરુના બ્રુકફિલ્ડના ITPL રોડ પરના એક કાફેમાં IED બ્લાસ્ટથી સંબંધિત કેસમાં અન્ય બે ઓળખાયેલા આરોપીઓને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડ્યો હતો. વિસ્ફોટમાં કેટલાક લોકો અને હોટેલ સ્ટાફના સભ્યો ઘાયલ થયા હતા. જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ત્રણેય આરોપીઓના ઘરની સાથે રહેણાંક જગ્યાઓ અને અન્ય શકમંદોની દુકાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન રોકડ સહિત વિવિધ ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
નકલી આધાર આઈડી અને ડ્રાઈવિંગ લાયસન્સનો ઉપયોગ કર્યો હતો
આ કેસમાં ચાલી રહેલી તપાસમાં ખુલાસો થયો હતો કે એક શંકાસ્પદ વ્યક્તિએ બનાવ પહેલા એક સહયોગી સાથે ચેન્નાઈમાં રહેવા માટે નકલી આધાર આઈડી અને ડ્રાઈવિંગ લાયસન્સનો ઉપયોગ કર્યો હતો. બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં એક કાફેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) પ્લાન્ટ કરવા માટે નવ મિનિટના ઓપરેશન દરમિયાન બેઝબોલ કેપ પહેરેલો શંકાસ્પદ CCTV ફૂટેજમાં જોવા મળે છે. પોલીસ ચેન્નાઈ પણ ગઈ હતી, જ્યાં જાન્યુઆરીમાં કેપ ખરીદવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે 29 ફેબ્રુઆરીની રાત્રે બેંગલુરુ જતા પહેલા શંકાસ્પદ એક મહિનાથી વધુ સમય સુધી ચેન્નાઈમાં રહ્યો હતો.
ADVERTISEMENT