ISIS ષડયંત્ર મામલે એક્શનઃ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં NIAના દરોડા, 40થી વધુ સ્થળોએ તપાસ ચાલું

ADVERTISEMENT

gujarattak
social share
google news

NIA Raid In Karnataka Maharashtra: આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશભરમાં 40થી વધુ  સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઠેકાણાઓ પર દરોડા પડ્યા છે, જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં એક જગ્યાએ તપાસ ચાલી રહી છે.

NIAએ તપાસનો ધમધમાટ કર્યો શરૂ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરોડા ISIS આતંકવાદીઓ સાથે કનેક્શનની આશંકાથી પાડવામાં આવી રહ્યા છે. NIAની ટીમો મહારાષ્ટ્રના થાણે, પુણે અને મીરા ભાયંદર પહોંચી છે. NIAની ટીમ કર્ણાટકમાં પહોંચી ગઈ છે. NIAની ટીમો સાથે સ્થાનિક પોલીસની ટીમો પણ છે. કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં એક સ્થળે દરોડા પડાવામાં આવ્યા છે.

ADVERTISEMENT

NIAની તપાસમાં થયો મોટો ખુલાસો

NIAએ દરોડા દરમિયાન આતંકીઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણીની સાથે જ એક મોટા ષડયંત્રનો પર્દાફાશ પણ કર્યો છે. NIAની તપાસમાં ભારતની અંદર ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો ખુલાસો થયો છે.

આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો ઉદ્દેશ્ય

આ નેટવર્કે ISISના સ્વયંભૂ ખલીફા (નેતા) પ્રત્યે વફાદારીની શપથ લીધી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના ઓપરેટિવ્સ દ્વારા ભારતીય ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT