પોલેન્ડથી ગ્રીસ જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બના સમાચાર, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
નવી દિલ્હી : પોલેન્ડથી ગ્રીસ જઇ રહેલા રાયનિયરના એક વિમાનમાં રવિવારે બોમ્બ હોવાની સુચના મળતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ગ્રીક સંરક્ષણમંત્રાલયના એક સુત્રએ…
ADVERTISEMENT
નવી દિલ્હી : પોલેન્ડથી ગ્રીસ જઇ રહેલા રાયનિયરના એક વિમાનમાં રવિવારે બોમ્બ હોવાની સુચના મળતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ગ્રીક સંરક્ષણમંત્રાલયના એક સુત્રએ સમાચાર એજન્સી એએફપીના હવાલાથી માહિતી આપી હતી. આ વિમાનમાં 190 થી વધારે યાત્રીઓ બેઠેલા હતા. રાયનિયરનું આ વિમાન ગ્રીસ જઇ રહ્યું હતું. બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ.
વિમાનની સુરક્ષામાં ફાઇટર જેટ્સ લગાવવામાં આવ્યા
તત્કાલમાં ક્રુનો સંપર્ક કરવામાં આવ્યો વિમાનની સુરક્ષા માટે ગ્રીક યુદ્ધક વિમાનને તહેનાત કરવામાં આવ્યા. વિમાનને એથેન્સ આંતરરાષ્ટ્રીય મથક પર ઉતારવામાં આવ્યું હતું. હાલ તેની તપાસ ચાલી રહી છે. સુત્રોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે, ઉત્તર મૈસોડોનિયાથી ગ્રીક હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ કરતાની સાથે જ કેટોવાઇસથી એથેન્સ માટે ઉડ્ય કરનારા વિમાન સાથે બે એફ-16 જેટ વિમાનોએ ઉડ્યન કરી હતી. બોઇંગ 737 ને પહેલા હંગેરિયન યુદ્ધ વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. ઉડ્યન આખરે એથેન્સ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર એક અળગ વિસ્તારમાં ઉતરી. જે લગભગ 2.5 કલાક મોડી પડી હતી.
#BREAKING Bomb alert on Poland to Greece Ryanair flight: ministry source pic.twitter.com/eL8rggNpE8
— AFP News Agency (@AFP) January 22, 2023
ADVERTISEMENT
તમામ યાત્રીઓ સુરક્ષીત તથા વિમાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
ગ્રીક પોલીસ પ્રવક્તા કોન્સ્ટેટિયા ડિમોગ્લિડોએ જણાવ્યું કે, યાત્રીઓને સુરક્ષીત ઉતારી લેવામાં આવ્યા છે. વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ક્રુ મેમ્બર્સ સહિત 190 લોકો બેઠેલા હતા. યાત્રીઓ બાદ હવે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT