નવા સદનમાં નવો ઇતિહાસ: મહિલા અનામત બિલ સર્વસંમતીથી રાજ્યસભામાં પાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : મહિલા અનામત બિલ પરનું રાજ્યસભામાં મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. લોકસભામાં એક દિવસ પહેલા જ આ બિલ પાસ થઇ ચુક્યું છે. ત્યાર બાદ આજે ગુરૂવારે રાજ્યસભામાં પણ મતદાન થયું અને આ બિલ ઐતિહાસિક રીતે સર્વસંમતીથી મંજૂર થઇ ગયું છે. આ બિલના પક્ષમાં કુલ 215 મત પડ્યા હતા.

મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમના લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં આખો દિવસ ચર્ચા ચાલી હતી. ચર્ચા બાદ આ બિલ પર રાજ્યસભામાં પણ મતદાન થયું હતું. આ બિલના પક્ષમાં કુલ 215 મત પડ્યા હતા. જ્યારે વિરુદ્ધમાં એક પણ મત પડ્યો નહોતો.

એક દિવસ પહેલા એટલે કે આવતી કાલે સંસદ અને વિધાનસભામાં મહિલાને 33 ટકા અનામત આપનારુ બિલ લોકસભામાં પાસ થયું હતું. વિધેયકના પક્ષમાં 454 મત પડ્યા હતા. જ્યારે તેની વિરુદ્ધ 2 સાંસદોના મત પડ્યા હતા. જે AIMIM ચીફ અને તેમની જ પાર્ટીના અન્ય એક સાંસદ દ્વારા અપાયો હતો. વડાપ્રધાન મોદીએ આ વિધેયક લોકસભામાં પાસ થયા બાદ ટ્વીટ પણ કર્યું હતું અને અભુતપુર્વ સમર્થન સાથે લોકસભામાં બિલ પાસ થઇ ચુક્યું હોવાના સમાચાર આપતા ખુશી વ્યક્ત કરી હતી. બિલ રાજ્યસભામાં પાસ થઇ ગયું જ્યારે સાંસદો દ્વારા 9 સંશોધન રજુ કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT