બિહારમાં ફરી નવાજુનીના એંધાણ? ચેત્રી છઠ્ઠ પ્રસંગે નીતીશ કુમાર ભાજપ નેતાના ઘરે પહોંચ્યા
પટના : ચૈત્રી છઠના અવસર પર નીતીશ કુમાર ભાજપના એમએલસી સંજય મયુખના ઘરે ખડનાનો પ્રસાદ ખાવા પહોંચ્યા હતા. નીતીશ કુમારની ભાજપ નેતા સાથેની મુલાકાત બાદ…
ADVERTISEMENT
પટના : ચૈત્રી છઠના અવસર પર નીતીશ કુમાર ભાજપના એમએલસી સંજય મયુખના ઘરે ખડનાનો પ્રસાદ ખાવા પહોંચ્યા હતા. નીતીશ કુમારની ભાજપ નેતા સાથેની મુલાકાત બાદ રાજ્યમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભૂતકાળમાં રાહુલ ગાંધીના મામલામાં પણ નીતિશ કુમારે મૌન સેવ્યું હતું. જેના કારણે બિહારમાં ફરી એકવાર રાજકીય સમીકરણ બદલાવાની અટકળો ચાલુ થઇ ગઇ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અચાનક ચૈત્રી છઠના અવસર પર ભાજપ એમએલસી સંજય મયુખના ઘરે પહોંચી ગયા હતા, ત્યારબાદ રાજ્યમાં રાજકીય પવન બદલાવાને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
વાસ્તવમાં, સંજય મયુખે ચૈત્રી છઠના અવસર પર મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ નીતિશ કુમાર મોડી સાંજે ખડનાનો પ્રસાદ ખાવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, ત્યાં પહોંચ્યા પછી સંજય મયુખે હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું હતું. જે પછી નીતીશ કુમારે પણ હસીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. જણાવી દઈએ કે નીતીશ કુમાર ગયા વર્ષે મહાગઠબંધનમાં જોડાયા ત્યારથી આરજેડીના નેતાઓ સતત નીતિશ કુમાર પર તેજસ્વી યાદવને સીએમ બનાવવા માટે દબાણ કરી રહ્યા હતા. નીતિશ કુમાર ભૂતકાળમાં ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા.
મહાગઠબંધનની સરકાર બન્યા પછી જે નીતિશ કુમાર જાહેર કાર્યક્રમોમાં તેજસ્વી યાદવને આશીર્વાદ આપતા કે ગળે લગાડતા અને તેમને બિહારનું ભવિષ્ય કહેતા, એ જ નીતિશ કુમાર પણ તેજસ્વી યાદવથી ઘણા અલગ મત ધરાવતા જોવા મળ્યા. થોડા દિવસોથી આ સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમ કે ગલવાન શહીદના પિતાને જેલમાં ધકેલી દેવાનો મુદ્દો કે તમિલનાડુમાં બિહારી મજૂરોની કથિત મારપીટનો મુદ્દો પણ વિવાદિત બન્યો હતો. રાહુલ ગાંધીના મામલામાં પણ સાદું મૌન, કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. અને તેના પર તેમનું સંસદ સભ્યપદ રદ થતાં મોટા ભાગના વિપક્ષ તેમના સમર્થનમાં બહાર આવ્યા છે પરંતુ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ મુદ્દે મૌન સેવી લીધું છે.
ADVERTISEMENT
કુમાર વિપક્ષી જૂથમાં સામેલ થવાથી કેમ સંકોચ કરી રહ્યા છે? આવી સ્થિતિમાં ફરી એકવાર અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તે વધુ એક રાજકીય પલટવાર કરવાની તક શોધી રહ્યો છે? જો કે અમિત શાહ ફરી એકવાર ગઠબંધનનો ઇન્કાર કરી ચુક્યા છે. નીતિશ કુમાર પર અનેક તિખા પ્રહારો પણ કરી ચુક્યા છે. તેવામાં હવે ગઠબંધન થશેકે કેમ તે તો આગામી સમય જ કહેશે પરંતુ હાલ તો તેઓની મુલાકાત બાદ રાજનીતિ ગરમાઇ ચુકી છે.
ADVERTISEMENT