દેશના નવા ભવિષ્યની દિશા નક્કી કરશે નવી શિક્ષણ પોલિસી: Amit Shah

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભોપાલ: ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે ભોપાલની રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 પર આયોજીત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું. કુશાભાઉ ઠાકરે જન્મ શતાબ્દી વર્ષ સમારોહના અવસરે તેમણે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 પર પોતાના વિચારો રજૂ કર્યા અને જણાવ્યું કે, નવી નીતિ દેશના ભવિષ્ય માટેની દિશા નક્કી કરશે.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, દેશમાં પહેલા જ્યારે પણ શિક્ષા નીતિ લાગુ કરાઈ, ત્યારે તેનો વિરોધ થયો. પરંતુ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 લાગુ થતા કોઈએ વિરોધ ન કર્યો. આવું એટલા માટે થયું કારણ કે તેમાં બધાના વિચારોનો સમાવેશ કરાયો છે. શિક્ષણવિદોએ શિક્ષા ક્ષેત્રની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે આથી કોઈને પણ આ નીતિથી આપત્તિ ન થઈ.

તેમણે આગળ કહ્યું કે, આ શિક્ષા નીતિ આપણા મૂળ વિચારો પર આધારિત પહેલી શિક્ષા નીતિ છે. તેમણે આ વાત પર ભાર આપ્યું કે શિક્ષાનો ઉદ્દેશ્ય માત્ર નોકરી અપાવવાનો નહીં હોય. શિક્ષા હકીકતમાં મનની શક્તિનો સૌથી વધુ ઉપયોગ શીખવાડે છે. તેમણે કહ્યું કે, 21મી સદી જ્ઞાનની સદી છે અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 ભારતીયતાની ઉદ્ધોઘણા છે.

ADVERTISEMENT

માતૃભાષા પર ભાર આપવામાં આવ્યો
ગૃહમંત્રીએ કહ્યું કે, કોઈપણ શિક્ષણનીતિને ક્યારેય માતૃભાષાને એટલો ભાર નથી આપ્યો. નવી શિક્ષા નીતિમાં પોતાની સ્થાનિક ભાષામાં અભ્યાસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત મનની શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ થશે. તેમણે કહ્યું કે, જે શિક્ષા બાળકોમાં મહાન બનવાનું સપનું નથી બતાવી શકતી, તેનો કોઈ મતબલ નથી. પોતાની ભાષામાં અભ્યાસ કરીને વિદ્યાર્થી પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકશે.

શિક્ષામાં ટેકનોલોજીને પ્રોત્સાહન
ગૃહ મંત્રીએ કહ્યું કે, 10+2ની પદ્ધતિને બદલીને 5+3+3+4માં બદલી દેવાઈ છે. શિક્ષામાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ ડ્રોપઆઉટ રેટને શૂન્ય સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં બદલવામાં આવી રહી છે. નવી સ્કૂલ શરૂ કરાઈ રહી છે જેથી શિક્ષણનો કાયાકલ્પ કરી શકાય.

ADVERTISEMENT

રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચ વધાર્યો
ગૃહમંત્રીએ કહ્યું કે, દેશમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ક્યારેય ધ્યાન નથી આપવામાં આવ્યું. અન્ય દેશોમાં GDPનો મોટો ભાગ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચ થાય છે, પરંતુ આપણા ત્યાં આવું નથી થતું. નવી પોલિસી લાગુ થવા પર રિસર્ચ માટે નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. રિસર્ચના વિસ્તારમાં GDPનો ખર્ચ પણ સરકારે વધાર્યો છે.

ADVERTISEMENT

હાયર એજ્યુકેશનમાં થશે ફેરફાર
પોતાની વાત રજૂ કરતા તેમણે આગળ કહ્યું કે, JEE, NEET જેવી પરીક્ષાઓને 12 ભાષામાં આયોજિત કરવામાં આવી રહી છે. એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસ પણ ભારતીય ભાષાઓમાં થશે. મેડિકલ કોર્સ માટે સિલેબસ પણ તૈયાર કરી લેવાયો છે. નવી IIM, IIT, યુનિવર્સિટી અને કોલેજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરકારનું આ લક્ષ્ય છે કે દેશની યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકાય.

    follow whatsapp

    ADVERTISEMENT