ફિલિસ્તીન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂએ PM મોદીને લગાવ્યો ફોન, જાણો શું વાત થઇ

ADVERTISEMENT

isrial war case
isrial war case
social share
google news

નવી દિલ્હી : ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ તેની માહિતી આપતા એક્સ પર લખ્યું કે, ઇઝરાયેલની હાલની સ્થિતિ સાથે અપડેટ કરાવવા માટે હું ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર વ્યક્ત કરૂ છું. ભારતના લોકો આ મુશ્કેલ સ્થિતિમાં ઇઝરાયેલની સાથે મજબુતી સાથે ઉભા છીએ.

ઇઝરાયેલ અને ફિલિસ્તીની આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ

ઇઝરાયેલ અને ફિલિસ્તીની આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આજે એટલેકે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ એક્સ પર આ અંગે લખ્યું કે, ઇઝરાયેલની હાલની સ્થિતિ અપડેટ કરાવવા માટે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર વ્યક્ત કરૂ છું. ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલની સાથે મજબુતી સાથે ઉભા છે. ભારત આકંદવાદના તમામ સ્વરૂપોની આકરી અને સ્પષ્ટ રીતે નિંદા કરે છે.

હમાસના હુમલા અંગે શું બોલ્યા પીએમ મોદી?

શનિવારે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલની સાથે એકજુટતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવીને તેની આકરી નિંદા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારના કારણે આકરો આઘાત લાગ્યો છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ આકરી ઘડીમાં અમે ઇઝરાયેલ સાથે સંપુર્ણ મજબુતીથી ઉભા છીએ.

ADVERTISEMENT

ભારત એક પ્રભાવશાળી દેશ: ભારતમાં ઇઝરાયેલી રાજદૂત

ભારતમાં ઇઝરાયેલી રાજદૂત નાઓર ગિલોને તેની પહેલા કહ્યું હતું કે, તેમના દેશને ભારત સાથે મજબુત સમર્થનની જરૂર હશે. તેમણે કહ્યું હતું કે, ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તેઓ આતંકવાદીઓની પડકારોને સમજે છે અને આ સંકટને પણ સારી રીતે જાણે છે. આ સમય ખુબ જ જરૂરી છે કે, અમે તે બધુ જ કરવાની ક્ષમતા આપવામાં આવે જેના કારણે હમાસ પોતાનો અત્યાચાર શરૂ રાખી શકે.

ભારત એક પ્રભાવસાળી દેશ તે અમારી સાથે છે

અમને ભારતનું સમર્થન મળ્યું છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે વિશ્વના તમામ દેશ સેંકડો ઇઝરાયેલી લોકોની સાથે છે. ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તેઓ આતંકવાદીઓના પડકારોને સમજે છે અને આ સંકટને પણ સારી પેઠે જાણે છે. આ સમયે તે ખુબ જ જરૂરી છે કે અમને તે બધુ જ કરવાની ક્ષમતા આપવામાં આવે જેથી હમાસ પોતાનો અત્યાચાર ચાલુ રાખી શકે. અમને ભારતનું ખુબ જ સારુ સમર્થન મળ્યું છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે, વિશ્વના તમામ દેશ સેંકડો ઇઝરાયેલી નાગરિકો, મહિલાઓ, પુરૂષો, વૃદ્ધો અને બાળકોની અકારણ હત્યા અને અપહરણની નિંદા કરશે. આ અસ્વીકાર્ય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT