Plane Crash in Nepal: નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન વિમાન ક્રેશ, 18 મુસાફરોના મોત
Nepal Plane Crash: નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 19 પેસેન્જરો સવાર હતા. જેમાંથી 18નાં મોત નિપજ્યા છે, જ્યારે પાઈલોટ હાલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
Nepal Plane Crash: નેપાળના કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 19 પેસેન્જરો સવાર હતા. અકસ્માત બાદ આમાંથી 18 મુસાફરોના મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું.
ટેકઓફ થતા જ આગની જ્વાળામાં લપેટાયું વિમાન
મળતી માહિતી મુજબ આ પ્લેન શૌર્ય એરલાઈન્સનું હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પરથી લપસી ગયું હતું, જેના કારણે અકસ્માત થયો હતો.
એરપોર્ટ પર રેસ્ક્યૂની કામગીરી ચાલુ
અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.
ADVERTISEMENT
આ વિમાન દુર્ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં નજર આવી રહ્યું છે કે વિમાનમાંથી આગની ઊંચી ઊંચી જ્વાળાઓ નીકળી રહી છે. દુર્ઘટનાના કારણે એરપોર્ટ પર આવતી અન્ય ફ્લાઈટને અસર થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT