નેપાળનો ભારતે મોટો ઝટકો, 16 કંપનીઓની દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : નેપાળ દ્વારા 16 ભારતીય કંપનીઓ પાસેથી દવાના આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આફ્રીકન દેશોમાં ખાંસીની સિરપના કારણે બાળકોના મોત થયા બાદ WHO જોડાયેલી દવાઓ મુદ્દે ચેતવણી બહાર પાડવામાં આવી છે. WHO ના એલર્ટ બાદ નેપાળે 16 ભારતીય કંપનીઓ પાસે દવાઓ ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નેપાળ દવા નિયામક મંડળ દ્વારા બહાર પડાયેલી ગાઇડલાઇનમાં ભારતની અનેક કંપનીઓ અને દવાઓનો સમાવેશ થાય છે.

નેપાળ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની કાર્યવાહી
નેપાળના ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની યાદીમાં દિવ્યા ફાર્મસી સહિત 16 ભારતીય દવાઓ કંપનીઓનો સમાવેશ થાય છે. દિવ્ય ફાર્મસી યોગ ગુરૂ રામદેવના પતંજલી પ્રોડ્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે.નેપાળ દ્વારા બહાર પડાયેલા પ્રતિબંધિત દવા કંપનીઓમાં રેડિયંટ, પેરેન્ટેરલ્સ લિમિટેડ, મરકરી લેબોરેટરીઝ, એલાયન્સ બાયોટેક, કેપટેક બાયોટેક, એગ્લોમેડ લિમિટેડ, જી લેબોરેટરીઝ, ડૈફોડિલ્સ, જીએલએસ ફાર્મા, યૂનિજૂલ્સ લાઇફ સાયન્સ, કોન્સેપ્ટ ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે.

અનેક પ્રતિષ્ઠિત કંપનીઓના યાદીમાં નામ
આ ઉપરાંત આનંદ લાઇફ સાયન્સ લિમિટેડ આઇપીસીએ લેબોરેટરીઝ, કેડિલા હેલ્થકેર, ડાયલ ફાર્મા, એગ્લોમેડ ફાર્મા, મેકુર ફાર્મા જેવી મોટી કંપનીઓ પણ પ્રતિબંધની યાદીમાં છે. આ કંપનીઓ WHO ના માનકોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ કારણે નેપાળ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

WHO પણ આ દવા કંપનીઓ અંગે સુચિત કરી ચુક્યું છે
આ અંગે નેપાળના પ્રવક્તાએ જણાવ્યું કે, દવા કંપનીઓની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓના નિરિક્ષણ બાદ જેમણે પોતાની પ્રોડક્ટને અમારા દેશમાં નિકાસ કરવા માટે અરજી કરી હતી અમે તેમની યાદી પ્રકાશિત કરી છે. ડબલ્યુએચઓના માનકનું પાલન નહી કરનારી કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં બનતી ચર કપસીરપ અંગે ડબલ્યુએચઓએ તો એલર્ટ જાહેર કર્યું છે. આ કફસિરપ પીધા બાદ ગામ્બિયામાં 66 બાળકોનાં મોત થયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT