'પેપર તો લીક થયું જ છે પણ...', NEET મામલે 'સુપ્રીમ' સુનાવણીમાં જાણો શું થયું
NEET UG 2024 SC Hearing Highlights: NEET પેપર લીકનો વિવાદ આ દિવસોમાં દેશમાં મોટો મુદ્દો બની ગયો છે.
ADVERTISEMENT
NEET UG 2024 SC Hearing Highlights: NEET પેપર લીકનો વિવાદ આ દિવસોમાં દેશમાં મોટો મુદ્દો બની ગયો છે. આજે સુપ્રીમ કોર્ટમાં NEET પેપર લીક, ફરીથી પરીક્ષા અને પરીક્ષા સંબંધિત અન્ય ગેરરીતિઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બેંચનું નેતૃત્વ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને અન્ય બે ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાએ કર્યું હતું. CJI DY ચંદ્રચુડે સુનાવણી દરમિયાન NEET પરીક્ષા અને પેપર લીકના ઘણા તથ્યો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, અરજદાર વતી હાજર રહેલા તમામ વકીલો પરીક્ષા શા માટે ફરીથી યોજવી જોઈએ તેના પર તેમની દલીલો રજૂ કરશે અને કેન્દ્રની તારીખોની સંપૂર્ણ સૂચિ પણ રજૂ કરશે. CJI અનુસાર, આગામી સુનાવણી 11 જુલાઈએ થવાની છે.
CJI એ સુનાવણીમાં શું કહ્યું?
NEET પેપર લીક મામલે CJI એ પૂછ્યું કે, આ પેપર લીકને કારણે કેટલાં વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા? ક્યાં છે વિદ્યાર્થીઓ? 23 જૂને 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાઈ હતી. શું હજુ પણ આપણે ખોટું કામ કરનારાઓને શોધી રહ્યા છીએ? શું વિદ્યાર્થીઓ મળ્યાં? અમારા મતે તો પરીક્ષા રદ કરવી એ જ અંતિમ ઉપાય રહેશે. એ સ્પષ્ટ છે કે પેપર લીક થયું છે, પ્રશ્ન એ છે કે તેનો વ્યાપ કેટલો મોટો છે. તે લીક થયું છે તે સ્વીકાર્ય હકીકત છે. સુપ્રીમ કોર્ટે CBIને NEET UG પેપર લીક કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
NEET ની પેટર્ન પણ સમજવા માંગીએ છીએ: CJI
CJI એ કહ્યું કે, જો પરીક્ષાની વિશ્વસનીયતા ખોવાઈ જશે તો ફરીથી પરીક્ષાનો આદેશ આપવો પડશે. જો લીક ઈલેક્ટ્રોનિક માધ્યમથી થયું હોય, તો તે જંગલની આગની જેમ ફેલાઈ શકે છે અને મોટા પાયે લીક . સુપ્રીમ કોર્ટે સમગ્ર પ્રક્રિયામાં "રેડ ફ્લેગ્સ" ની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું છે. CJI એ વધુમાં કહ્યું કે, આ કોઈ વિરોધી મુકદ્દમા નથી, કારણ કે અમે જે પણ નિર્ણય લઈશું તેની અસર વિદ્યાર્થીઓના જીવન પર પડશે. 67 ઉમેદવારોએ 720/720 માર્ક્સ મેળવ્યા હતા, રેશિયો ઘણો ઓછો હતો. બીજું, કેન્દ્રોમાં ફેરફાર, જો કોઈ અમદાવાદમાં નોંધણી કરાવે અને અચાનક જ નીકળી જાય. અમે NEET ની પેટર્ન પણ સમજવા માંગીએ છીએ.
ADVERTISEMENT
આગામી સુનાવણી ક્યારે?
આજે તમામ દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી 10 જુલાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન સીજેઆઈ વકીલોને કહ્યું છે કે, તેઓ આગામી સુનાવણી દરમિયાન પરીક્ષા ફરી કેમ યોજવી જોઈએ તેના પર દલીલ કરશે. તેમણે સરકારને પણ પરીક્ષાની તારીખોની સંપૂર્ણ યાદી આપવા આદેશ કર્યો છે. આ સુનાવણીમાં સીબીઆઈ સ્ટેટસ રિપોર્ટ પણ દાખલ કરી શકે છે.
ADVERTISEMENT