NEET PG પરીક્ષાની નવી તારીખનું થયું એલાન, બે શિફ્ટમાં લેવાશે એક્ઝામ
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ બહાર પાડી છે.
ADVERTISEMENT
NEET PG 2024 New Exam Date Out: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ બહાર પાડી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા પછી NEET PGની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
બે શિફ્ટમાં લેવાનારી NEET PG પરીક્ષા સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર આપવામાં આવશે.
જે ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET PG) માટે અરજી કરી હતી અને 23 જૂને પરીક્ષા આપવાનું નક્કી થયું હતું તેઓ NBEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખની સૂચના ચકાસી શકે છે.
ADVERTISEMENT
NEET PG 23 જૂને યોજાવાની હતી, જેને NEET UG અને UGC NET પેપર લીક વિવાદ વચ્ચે આને 22 જૂને નિર્ધારિત સમય કરતાં 12 કલાક પહેલાં મુલતવી રાખવામાં આવી હતી.
પરીક્ષા રદ થયા બાદ NBEMSના પ્રમુખ અભિજાત શેઠે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "જ્યાં સુધી NEET PGની વાત છે, આ પરીક્ષાની અખંડિતતા પર ક્યારેય કોઈ શંકા નહોતી. છેલ્લા સાત વર્ષથી અમે અત્યાર સુધી સફળતાપૂર્વક તેનું સંચાલન કર્યું છે." તાજેતરની ઘટનાઓને લીધે જે બન્યું છે તે એ છે કે વિદ્યાર્થી સમુદાયોમાં આ તમામ પ્રકારની પરીક્ષાઓને લઈને ઘણી ચિંતાઓ હતી અને તેના જવાબમાં સરકારે ફરી એકવાર તેની ખાતરી કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે અને સુરક્ષા જળવાઈ રહે." તેમણે કહ્યું હતું કે જરૂરી SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા બાદ તેઓ પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT