નીરજ ચોપરાએ 89.08 મીટરના થ્રો સાથે ડાયમંડ લીગ જીતી, આ ટાઇટલ મેળવનારો પહેલો ભારતીય બન્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સ્વિટ્ઝર્લેન્ડઃ ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નીરજ ચોપરા લૌઝેન ડાયમંડ લીગ 2022 જીતનારો પ્રથમ ભારતીય બની ગયો છે. નીરજ ચોપરાએ 89.08 મીટરના પ્રથમ થ્રો સાથે લૌઝાન ડાયમંડ લીગ જીતી હતી.

તાજેતરમાં નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ (2003) પછી આવું કરનારો તે માત્ર બીજો એથલિટ બન્યો છે. ફાઇનલમાં નીરજે 88.13 મીટરના અંતર સુધી ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં જેવેલીન થ્રોની ફાઇનલમાં ઈજા થઈ હતી. ફાઇનલમાં નીરજ પણ જાંઘ પર પટ્ટી બાંધતો જોવા મળ્યો હતો. હવે આ જ ઈજાના કારણે નીરજ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ઈજાના કારણે 2022માં ભાગ લઈ શક્યો નહોતો. હરિયાણાના પાણીપત પાસેના ખંડારા ગામનો નિવાસી નીરજ ચોપરા ડાયમંડ લીગનો તાજ જીતનારો પહેલા ભારતીય બન્યો છે.

ADVERTISEMENT

ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. ગૌડાએ 2012માં ન્યૂયોર્કમાં બે વખત અને 2014માં દોહામાં બીજા સ્થાને અને 2015માં શાંઘાઈ અને યુજેન બે વખત પૂર્ણ કર્યા હતા.

ટોક્યો ઓલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા જેકોબ વાડલેજશે 85.88 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે યુએસએના કર્ટિસ થોમ્પસન 83.72 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

ADVERTISEMENT

ચોપરાએ 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં પણ ક્વોલિફાય કર્યું હતું. આવું કરનારો તે પ્રથમ ભારતીય પણ બન્યો હતો. તેણે બુડાપેસ્ટ, હંગેરીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ 85.20 મીટર ક્વોલિફાઇંગ માર્ક તોડીને ક્વોલિફાય કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT