National Sports Awards 2022: અચંત શરત કમલને મળશે ખેલ રત્ન, લક્ષ્ય સેનને અર્જુન એવોર્ડ, જાણો પુરું લિસ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરથ કમલની દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. 30 નવેમ્બર 2022 ના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2022 સમારોહ દરમિયાન તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અચંત શરથ કમલ ટેબલ ટેનિસમાં એક મોટું નામ છે અને તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ (કુલ સાત ગોલ્ડ મેડલ) જીત્યા છે.

અર્જુન એવોર્ડ માટે 25 ખેલાડીઓની પસંદગી
કેન્દ્રીય રમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા સોમવારે (14 નવેમ્બર) જાહેર કરવામાં આવેલી યાદીમાં અર્જુન એવોર્ડ માટે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય અને લક્ષ્ય સેન, એલ્ડોસ પોલ, અવિનાશ સાબલે, બોક્સર નિખત ઝરીન જેવા સ્ટાર્સના નામ પણ સામેલ છે. આ સાથે દ્રોણાચાર્ય એવોર્ડ માટે સાત કોચની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તમામ ખેલાડીઓ અને કોચને એવોર્ડ અર્પણ કરશે.

રોહિત શર્માના કોચ રહી ચુકેલા દિનેશ લાડને…
ખાસ વાત એ છે કે આ વખતે કોઈ ક્રિકેટરને અર્જુન એવોર્ડ કે ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા નથી. દિનેશ લાડ કે જેઓ ક્રિકેટના જાણીતા કોચ છે તેમની પસંદગી માત્ર દ્રોણાચાર્ય એવોર્ડ (લાઈફ ટાઈમ કેટેગરી)ની યાદીમાં કરવામાં આવી હતી. દિનેશ લાડ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ કોચ કરી ચૂક્યા છે.

ADVERTISEMENT

અર્જુન પુરસ્કારોની યાદીઃ સીમા પુનિયા (એથ્લેટિક્સ), એલ્ડોસ પોલ (એથ્લેટિક્સ), અવિનાશ મુકુંદ સાબલે (એથ્લેટિક્સ), લક્ષ્ય સેન (બેડમિન્ટન), એચએસ પ્રણોય (બેડમિન્ટન), અમિત (બોક્સિંગ), નિખત ઝરીન (બોક્સિંગ), ભક્તિ પ્રદીપ કુલકર્ણી (એથ્લેટિક્સ) ચેસ), આર પ્રજ્ઞાનંદ (ચેસ), દીપ ગ્રેસ એક્કા (હોકી), સુશીલા દેવી (જુડો), સાક્ષી કુમારી (કબડ્ડી), નયન મોની સૈકિયા (લૉન બોલ), સાગર કૈલાસ ઓવલકર (માલખંભ), ઈલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ઓમપ્રકાશ. મિથરવાલ (શૂટિંગ), શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ), વિકાસ ઠાકુર (વેઇટલિફ્ટિંગ), અંશુ (કુસ્તી), સરિતા (કુસ્તી), પરવીન (વુશુ), માનસી ગિરીશચંદ્ર જોશી (પેરા બેડમિન્ટન), તરુણ ધિલ્લોન (પેરા બેડમિન્ટન), સ્વપ્નિલ સંજય પાટીલ (પેરા સ્વિમિંગ), જર્લિન અનિકા જે (ડેફ બેડમિન્ટન).


દ્રોણાચાર્ય પુરસ્કાર (નિયમિત શ્રેણીના કોચ માટે): જીવનજોત સિંહ તેજા (તીરંદાજી), મોહમ્મદ અલી કમર (બોક્સિંગ), સુમા સિદ્ધાર્થ શિરુર (પેરા શૂટિંગ), સુજીત માન (કુસ્તી).

ADVERTISEMENT

દ્રોણાચાર્ય પુરસ્કાર (આજીવન કેટેગરી): દિનેશ જવાહર લાડ (ક્રિકેટ), બિમલ પ્રફુલ્લ ઘોષ (ફૂટબોલ), રાજ સિંહ (કુસ્તી).

ADVERTISEMENT

રમતગમતમાં આજીવન સિદ્ધિ માટે ધ્યાનચંદ પુરસ્કારઃ અશ્વિની અકુંજી સી (એથ્લેટિક્સ), ધરમવીર સિંહ (હોકી), બીસી સુરેશ (કબડ્ડી), નીર બહાદુર ગુરુંગ (પેરા એથ્લેટિક્સ).

રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2022: ટ્રાન્સ સ્ટેડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, કલિંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, લદ્દાખ સ્કી એન્ડ સ્નોબોર્ડ એસોસિએશન.

મૌલાના અબુલ કલામ આઝાદ (MACA) ટ્રોફી: ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર.

 

    follow whatsapp

    ADVERTISEMENT