હવે સરળતાથી જીતી શકાશે કેન્સર સામેની જંગઃ ભારતે તૈયાર કરી પહેલી સિરપ, શું કીમોથેરાપીના દર્દથી મળશે રાહત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

India made first Cancer syrup named Prevall: ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC)એ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતની પ્રથમ સિરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી છે. કીમોથેરાપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરીન અથવા 6-MP)નું નામ ‘પ્રીવેલ’ (PREVALL) રાખવામાં આવ્યું છે. ACTRECના ડૉક્ટરોએ IDRS લેબ્સ, બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોના કેન્સરની સારવારમાં પરંપરાગત ગોળીઓનો અસરકારક વિકલ્પ બની શકે છે

બાળકોમાં કેન્સરની સારવાર માટે વધારે અનુકુળ

મર્કપ્ટોપ્યુરિનનો ઉપયોગ મોટાભાગે તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે. તે એન્ટિમેટાબોલિટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંબંધિત છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ જણાવ્યું કે, ‘પ્રીવેલ’ (PREVALL)ની લોન્ચિંગ એક મોટી પ્રગતિ છે, જે બાળકો માટે વધુ અનુકૂળ છે. અત્યારે બાળકોને ટેબલેટ પીસીને તેનો પાવડર બનાવીને આપવી પડે છે. પ્રીવેલને ડ્રગ રેગ્યુલેટર CDSCO તરફથી મંજૂરી મળી છે.

ક્યારે આપવામાં આવી હતી પ્રથમ વખત કીમોથેરાપી?

જ્યારે આપણે કેન્સરની સારવાર વિશે વિચારીએ છીએ, ત્યારે પહેલી વસ્તુ જે ધ્યાનમાં તે છે કીમોથેરાપી. કેન્સરમાં કીમોથેરાપી એ અનિવાર્યપણે એક એવી સારવાર છે, જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરવામાં આવે છે. કીમોથેરાપીમાં સામાન્ય રીતે રેડિયોથેરાપી, સર્જરી દ્વારા ગાંઠને દૂર કરવી, લક્ષિત દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. કીમો મોટાભાગે ઈન્ટ્રાવેનસ (નસમાં) ઇન્જેક્શન તરીકે અને ક્યારેક દવાની ગોળીઓ તરીકે આપવામાં આવે છે. 1940માં કેન્સરની સારવાર માટે પ્રથમ વખત કીમોથેરાપી આપવામાં આવી હતી. આમાં નાઈટ્રોજન મસ્ટર્ડ અને ફોલિક એસિડ વિરોધી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિરપના ઉપયોગથી નસમાં આપવામાં આવતી કીમોથેરાપીની ઝંઝટમાંથી રાહત મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT