Lok Sabha Election 2024: ‘INDIA’ મહાગઠબંધનમાં મલ્લિકાર્જુન ખડગેને મળી નવી જવાબદારી, નીતિશ કુમારે સંયોજકનો પ્રસ્તાવ ફગાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news
INDIA Alliance: લોકસભાની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ હવે ઝડપથી પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આજે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પાર્ટીઓએ સીટોની વહેંચણીના એજન્ડા પર બેઠક કરી. જોકે, આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી, આ બેઠકમાં ભાજપને ટક્કર આપવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

નીતિશ કુમારે સંયોજકના પ્રસ્તાવને ફગાવી દીધો

ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગીદારી અને ગઠબંધન સાથે સંબંધિત અન્ય બાબતોની સમીક્ષા માટે ‘ઈન્ડિયા’ના નેતાઓએ ગઠબંધનના સંયોજકના નામ પર પણ ચર્ચા કરી. બેઠકમાં સંયોજકના નામ માટે બિહારના સીએમ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને તેમણે ફગાવી દીધો હતો.

ખડગેને મળી આ જવાબદારી

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.

શરદ પવાર પણ બેઠકમાં જોડાયા

આજની બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર પણ મુંબઈથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તો આ બેઠકમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને પાર્ટી નેતા કનિમોઝી કરુણાનિધિ ચેન્નાઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં સામેલ થયા હતા.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT