સ્નાઈપર, ડ્રોન, NSG કમાન્ડો...PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ગોઠવાશે લોખંડી સુરક્ષા

ADVERTISEMENT

Narendra Modi Oath Ceremony
પોલીસનો એક્શન પ્લાન
social share
google news

Narendra Modi Oath Ceremony: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂને તેમની કેબિનેટ સાથે શપથ લેવા માટે તૈયાર છે. આ શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજધાની દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનથી લઈને આકાશ સુધી સુરક્ષા એકદમ જબરદસ્ત છે.

9 અને 10 જૂને નો-ફ્લાય ઝોન

નરેન્દ્ર મોદી (Naredra Modi)ના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 9 અને 10 જૂન માટે રાજધાનીમાં નૉ-ફ્લાય ઝોન જાહેર કર્યો છે. શપથગ્રહણ સમારોહની સુરક્ષામાં SPG, રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ, ITBP, દિલ્હી પોલીસ, ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, NSG બ્લેક કેટ કમાન્ડો અને NDRFની ટીમો હાજર રહેશે.

અધિકારીઓની યોજાઈ હતી બેઠક

આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય, પ્રેસિડેન્ટ હાઉસ સિક્યોરિટી,  દિલ્હી પોલીસ, SPG, NSG, IB અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

એન્ટી ડ્રોન સિસ્ટમ અને સ્ન્નાઈપર્સ કરાશે તૈનાત

આ સાથે જ ઉંચી ઈમારતો પર  એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી રહી છે. NSGની પાસે હાજર એન્ટી ડ્રોન સિસ્ટમનો શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉપયોગ કરાશે. NSGની મદદથી DRDO પણ એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ઘુસણખોરી ચેતવણી પ્રણાલી (Intrusion Warning System) અને ફેસ આઈડેન્ટિફિકેશનની AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી લઈને ગુપ્તચર સ્થળો અને ઊંચી ઈમારતો પર સ્નાઈપર્સને તૈનાત કરવામાં આવશે.   

મહેમાનોને અપાશે સુરક્ષા

તો વિદેશી મહેમાનો જે હોટલોમાં રોકાયા છે, તેમની સુરક્ષ માટે દિલ્હી પોલીસે કેન્દ્રીય એજન્સીઓની સલાહ પર અલગથી અધિકારીઓને નિયુક્ત કર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, G-20 દરમિયાન સુરક્ષાના જે માપદંડોને અપનાવવામાં આવ્યા હતા, તેને જ શપથ ગ્રહણ દરમિયાન પણ અપનાવવામાં આવશે. 

ADVERTISEMENT

વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ રહેશે તૈનાત

વિદેશી મહેમાનો માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓની સાથે-સાથે ગુપ્તચર વિભાગના અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈપણ મહેમાનને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. વિદેશી મહેમાનો જે હોટલમાં રોકાયા છે ત્યાંથી શપથ ગ્રહણ સમારોહના સ્થળ એટલે કે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચવા માટે કડક ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT