Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી શપથ લેતાની સાથે જ રચશે ઈતિહાસ, જાણો Modi 3.0 ની ખાસિયતો
Narendra Modi Oath Ceremany: દેશમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે.
ADVERTISEMENT
Narendra Modi Oath Ceremany: દેશમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે. શાનદાર અને ભવ્ય સમારોહની વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શપથગ્રહણની ઔપચારિકતા નિભાવશે. આ દરમિયાન બીજેપી એનડીએના તમામ સાંસદો હાજર રહેશે.
7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો રહેશે હાજર
આજના કાર્યક્રમમાં 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મહેમાન તરીકે હાજર રહેશે. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ આ સમારોહમાં ન આવવાની જાહેરાત કરી છે. આ સિવાય નરેન્દ્ર મોદીનો ત્રીજો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ ઈતિહાસ પણ રચશે. ચાલો જાણીએ નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહની ખાસિયતો…
જવાહર લાલ નેહરુના રેકોર્ડની બરાબરી
ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરતા જ નરેન્દ્ર મોદી એક ઈતિહાસ રચશે. તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી લેશે. પંડિત નેહરુ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. નરેન્દ્ર મોદી પણ 2014, 2019 અને 2024માં સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.
ADVERTISEMENT
મજબૂત સહયોગી પક્ષ
નરેન્દ્ર મોદી ત્રીજી વખત સહયોગી પક્ષોની મદદથી સરકાર બનાવશે. ભાજપને સરકાર બનાવવા માટે 32 સીટોની જરૂર હતી, જે ટીડીપી, જેડીયુ, શિવસેના (શિંદે) અને એલજેપીના સહયોગથી પૂર્ણ થઈ ગઈ. આવી સ્થિતિમાં આ વખતે મોદી સરકારમાં સાથી પક્ષોનું મજબૂત પ્રતિનિધિત્વ જોવા મળશે. જો પાર્ટી વાઈઝ સહયોગની વાત કરીએ BJP NDAમાં ભાજપ સિવાય 14 સહયોગી પક્ષોની 53 સીટો સામેલ છે. TDP (16), JDU (12), LJP (5), શિવસેના શિંદે (7), JDS (2), JSP (2), RLD (2), NCP (1), AGP (1), SKM (1). ) , UPPL (1), HUM (1), AJSU (1), અપના દલ-S (1) આ વખતે NDAના સહયોગી પક્ષો છે, જેમાં TDP-JDU મજબૂત સ્થિતિમાં રહેશે.
7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સમારોહના મહેમાન
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની સૌથી ખાસ વાત એ છે કે માત્ર એક વખત આમંત્રણ મોકલતા જ ભાજતના મિત્ર દેશોના રાષ્ટ્રાધ્યક્ષ દોડી આવ્યા છે. આજે નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં દુનિયાના 2 દેશોના રાષ્ટ્રપતિ, એક દેશના ઉપરાષ્ટ્રપતિ અને 4 દેશના વડાપ્રધાન મહેમાન તરીકે હાજરી આપશે. આ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ હાજર રહેશે.
ADVERTISEMENT
શપથ ગ્રહણ સમારોહમાં આ પણ હશે ખાસ મહેમાન
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપરાંત દેશના ઘણા ખાસ મહેમાનો પણ જોવા મળશે. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા વંદે ભારત ટ્રેનના લોકો અને આસિસ્ટન્ટ લોકો પાયલટ્સને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવ પણ જોવા મળશે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, અમેરિકાના 22 શહેરોમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાન્સજેન્ડર, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના કામદારો, નવી સંસદનું નિર્માણ કરી રહેલા કામદારો અને સફાઈ કામદારો પણ આ કાર્યક્રમનો ભાગ હશે.
ADVERTISEMENT
મહેમાનોને અપાશે સુરક્ષા
તો વિદેશી મહેમાનો જે હોટલોમાં રોકાયા છે, તેમની સુરક્ષ માટે દિલ્હી પોલીસે કેન્દ્રીય એજન્સીઓની સલાહ પર અલગથી અધિકારીઓને નિયુક્ત કર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, G-20 દરમિયાન સુરક્ષાના જે માપદંડોને અપનાવવામાં આવ્યા હતા, તેને જ શપથ ગ્રહણ દરમિયાન પણ અપનાવવામાં આવશે. આ સાથે જ ઉંચી ઈમારતો પર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી રહી છે. NSGની પાસે હાજર એન્ટી ડ્રોન સિસ્ટમનો શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉપયોગ કરાશે. NSGની મદદથી DRDO પણ એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે.
દિલ્હીમાં 2 દિવસ નો ફ્લાઈ ઝોન
નરેન્દ્ર મોદી (Naredra Modi)ના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 9 અને 10 જૂન માટે રાજધાનીમાં નૉ-ફ્લાય ઝોન જાહેર કર્યો છે. શપથગ્રહણ સમારોહની સુરક્ષામાં SPG, રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ, ITBP, દિલ્હી પોલીસ, ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, NSG બ્લેક કેટ કમાન્ડો અને NDRFની ટીમો હાજર રહેશે.
ADVERTISEMENT