Deepfakes: ડીપફેકને લઈને PM મોદી પણ ચિંતિત, કહ્યું- આ સમાજમાં પેદા કરી શકે છે મોટી અશાંતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Deepfakes: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને AI દ્વારા ‘ડીપફેક’ તૈયાર કરવા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે મીડિયાએ આ સંકટને લઈને લોકોને ચેતવણી આપવી જોઈએ.

સમાજમાં મોટી અશાંતિ પેદા કરી શકે છે ડીપફેક: PM

પીએમ મોદીએ કહ્યું કે, ડીપફેક સમાજમાં મોટી અશાંતિ પેદા કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, જનરેટિવ AIથી બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં એક સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવું જોઈએ, જેમાં લખેલું હોવું જોઈએ કે આ ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.

ગરબાના વીડિયોનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ ડીપફેકને ભારતીય પ્રણાલીની સામેના સૌથી મોટા ખતરામાંથી એક ગણાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ડીપફેક સમાજમાં અરાજકતા પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે, લોકો અને મીડિયાએ ડીપફેકને લઈને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘મેં મારો એક વીડિયો જોયો જેમાં હું ગરબા રમી રહ્યો છું અને આ વીડિયો અસલી જેવો લાગી રહ્યો હતો. જોકે, મેં બાળપણથી ગરબા નથી રમ્યા.’

પીએમ મોદીનો વાયરલ થયો હતો વીડિયો

આપને જણાવી દઈએ કે, ગયા મહિને સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો ગરબા રમતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વડાપ્રધાન જેવા દેખાતા એક વ્યક્તિ કેટલીક મહિલાઓ સાથે ગરબા રમતા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવરાત્રિ વખતનો છે. આ દાવા સાથેનો આ વીડિયો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નથી, પરંતુ તેમના જેવા દેખાતા એક એક્ટર વિકાસ મહંતેનો છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT