પદ્મ પુરસ્કાર સમારંભમાં પહોંચી ઋષિ સુનકની પત્ની અક્ષતા, ખબર પડી તો…

Urvish Patel

ADVERTISEMENT

રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારના સમારંભ દરમિયાન કાંઈક એવું થયું કે જેને લઈને બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું હતું. ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ પોતાના પરિવારના સાથે આ કાર્યક્રમાં પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારના સમારંભ દરમિયાન કાંઈક એવું થયું કે જેને લઈને બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું હતું. ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ પોતાના પરિવારના સાથે આ કાર્યક્રમાં પહોંચ્યા હતા.
social share
google news

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારના સમારંભ દરમિયાન કાંઈક એવું થયું કે જેને લઈને બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું હતું. ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ પોતાના પરિવારના સાથે આ કાર્યક્રમાં પહોંચ્યા હતા. તેમને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવાના હતા. તે સમયે અધિકારીઓએ જોયું કે નારાયણ મૂર્તિનો પુરો પરિવાર વચ્ચેની લાઈનમાં બેઠો છે. તેમાં નારાયણ મૂર્તિની પત્ની અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પણ છે. અધિકારીઓએ તાત્કાલીક તેમને આગળની લાઈનમાં શિફ્ટ કર્યા. તેમને વિદેશ મંત્રી એસ જયશંકરની બાજુમાં બેસાડવામાં આવ્યા હતા.

મોદી સરકારનો ગુજરાતના પર્યાવરણને સણસણતો તમાચોઃ પ્રદુષિત નદી માટે 1 રૂપિયો પણ ન આપ્યો!

અક્ષતા ખુબ જ સાદગી સાથે આવી
અક્ષતા મૂર્તિના બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનો પરિવાર બેઠો હતો. આ જ લાઈનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ બેઠા હતા. કાર્યક્રમના અંતમાં જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું ત્યારે અક્ષતા મૂર્તિ એસ જયશંકરના બાજુમાં ઊભેલા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે અક્ષતા ખુબ જ સાદગી સાથે અહીં પહોંચી હતી. તેમની સાથે કોઈ પણ સિક્યુરિટી ન હતી. લેખિકા અને સમાજ સેવિકા સુધા મૂર્તિને પદ્મ ભૂષણથી સમ્માનિત કરાયા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાર્યક્રમમાં નારાયણ મૂર્તિના સાથે પૂત્ર રોહન, બહેન સુનંદા કુલકર્ણી પણ પહોંચી હતી. આ કાર્યક્રમ પહેલા અક્ષતા મૂર્તિને પોતાની બે દીકરીઓ અને માતા સુધા મૂર્તિ સાથે દક્ષિણ ગોવામાં બીચ પર રજાઓ માણતા જોવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગીપ ધનખડ, પીએમ મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતા.

બિદરી કલાને જીવંત રાખનાર અહમદ કાદરીને પદ્મશ્રી
બિદરી આર્ટને જીવંત રાખનારા અહમદ કાદરીને પણ પદ્મશ્રીથી સમ્માનીત કરાયા હતા. બાદમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે યુપીએની સરકારમાં મને પદ્મ પુરસ્કાર મળશે પણ તેવું ના થયું. મને પણ લાગ્યું ન હતું કે ભાજપની આગેવાની વાળી સરકારમાં મને આ પુરસ્કાર મળશે. બુધુવારે 53 પુરસ્કાર વિજેતાઓમાં સમ્માનિત કરાયા હતા. તેમાં ત્રણ પદ્મ વિભૂષણ, બે પદ્મભૂષણ અને 45 પદ્મશ્રી શામેલ હતા. દિવંગત મુલાયમ સિંહ યાદવને પણ પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT