18 વર્ષના થતાં જ મતદાર યાદીમાં નામ ઉમેરાઈ જશે, સરકાર સંસદમાં લાવશે બિલ
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરી છે. વસ્તીગણતરી અંગે અમિત શાહે કહ્યું છે કે સરકાર સંસદમાં એક બિલ લાવશે. જેમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરી છે. વસ્તીગણતરી અંગે અમિત શાહે કહ્યું છે કે સરકાર સંસદમાં એક બિલ લાવશે. જેમાં જન્મ અને મૃત્યુ રજિસ્ટરને મતદાર યાદી સાથે લિંક કરવાની જોગવાઈ હશે. અમિત શાહે સોમવારે રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય, જનગણના ભવનનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી.
અમિત શાહે કહ્યું કે જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી અને સર્વાંગી વિકાસની પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં બિલ લાવવાની યોજના છે. તેમણે કહ્યું કે વસ્તીગણતરી વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે. ડિજિટલ સેન્સસ ડેટા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વસ્તીગણતરીના ડેટાના આધારે યોજના બનાવીને વિકાસ સૌથી ગરીબ લોકો સુધી પહોંચે તેની ખાતરી કરી શકાય છે.
સરકાર આ યોજના પર કરી રહી છે કામ
અમિત શાહે કહ્યું કે જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં સરળતા રહેશે. સરકાર જન્મ અને મૃત્યુ નોંધણીને વસ્તી ગણતરી સાથે જોડવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર આ અંગે સંસદમાં બિલ લાવશે.
ADVERTISEMENT
18 વર્ષ થતાં જ મતદાર યાદીમાં નામ ઉમેરાઈ જશે
ગૃહમંત્રી શાહે પણ સ્પષ્ટપણે કહ્યું કે આ પગલાનો મોટો ફાયદો એ થશે કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરતાની સાથે જ તેનું નામ મતદાર યાદીમાં આપોઆપ ઉમેરાઈ જશે. તેમણે કહ્યું કે એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે મૃત્યુ પ્રમાણપત્ર જારી થતાં જ તેનો ડેટા આપમેળે ચૂંટણી પંચ પાસે જશે. શાહે કહ્યું કે આ પછી કમિશન મતદાર યાદીમાંથી તેમનું નામ હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે.
સુધારા બિલથી શું ફાયદો થશે?
અમિત શાહની જાહેરાત બાદ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે જો સરકાર જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરશે તો તેની શું અસર થશે. અધિકારીઓનું કહેવું છે કે આનાથી ઘણા કામ સરળ થઈ જશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાથી ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જારી કરવાથી લઈને અન્ય સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા સુધીની ઘણી બાબતો ખૂબ જ સરળ બની જશે.
ADVERTISEMENT
અધિકારીઓનું એમ પણ કહેવું છે કે જો જન્મ અને મૃત્યુને લગતા ડેટાને વિશેષ રીતે રાખવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયના આંકડાઓનો અંદાજ લગાવીને વિકાસની યોજનાઓ ઘડી અને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે. અગાઉ ડેટાના અભાવે આ શક્ય નહોતું. ગૃહમંત્રી શાહે વસ્તીગણતરી ભવન સાથે જન્મ અને મૃત્યુ નોંધણી માટે વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું.
ADVERTISEMENT
અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વસ્તીગણતરીને લઈને નવું બિલ લાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે તેમાં તમામ પ્રકારના ડેટાની ઓનલાઈન એન્ટ્રી હશે. વસ્તી સંબંધિત દરેક માહિતી ઓનલાઈન હશે. તેને વિકાસની મૂળભૂત યોજના સાથે જોડવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે વસ્તીગણતરી રજિસ્ટર દ્વારા સંબંધિત વિભાગોને સમયસર જરૂરી માહિતી ઉપલબ્ધ થશે.
શાહે કહ્યું હતું કે આ નવી વસ્તી ગણતરી દેશ માટે સચોટ અને અસરકારક સાબિત થશે. તેમાં તમામ પ્રકારની માહિતી હશે. તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા 70 વર્ષથી વસ્તી ગણતરી અંગે કોઈ સાચી માહિતી નથી, જેના કારણે બજેટમાં જરૂરિયાત મુજબ યોજનાઓ સમયસર તૈયાર થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. આ મુજબ, વસ્તી ગણતરી 2021 માં થવાની હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેમાં વિલંબ થયો.
ADVERTISEMENT